ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજે એલપીજી સિલિન્ડરના નવા રેટ જાહેર કર્યા છે અને નવા વર્ષના પહેલા દિવસે LPG સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થયો જોવા મળ્યો છે.
ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
આજથી નવું વર્ષ 2024 શરૂ થઈ ગયું છે અને આ નવા વર્ષના પહેલા દિવસે LPG સિલિન્ડરની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજે એલપીજી સિલિન્ડરના નવા રેટ જાહેર કર્યા છે. કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં આજે થોડો ફેરફાર કરવામાં આવ્યો છે, જ્યારે ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.એ વાત તો જાણીતી જ છે કે આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવવાની છે અને એ કારણે વર્ષની શરૂઆતમાં જ LPG સિલિન્ડરની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર રાહત આપતા ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ફરી એકવાર કિંમતોમાં 1.50 રૂપિયાથી 4.50 રૂપિયાનો નજીવો ઘટાડો કર્યો છે.
નોંધનીય છે કે આ પહેલા 22 ડિસેમ્બરે પણ ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. જો કે રસોડામાં વપરાતા 14 કિલોના ગેસ સિલિન્ડરની કિંમત યથાવત છે.
ડિસેમ્બર મહિનામાં અલગ-અલગ શહેરોના આધારે રૂ.39 થી 44નો ઘટાડો થયો છે. જણાવી દઈએ કે ઘરેલુ ઉપયોગ માટેનું સિલિન્ડર 14 કિલો છે જ્યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડર 19 કિલો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ઘટતી કિંમતો વચ્ચે એ જાણવું જરૂરી છે કે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં છેલ્લે 30 ઓગસ્ટના રોજ ઘટાડો કરવામાં આવ્યો હતો.



