ભારત

ઉત્તર પ્રદેશના સુલતાનપુરમાં STFએ મોટા માફિયા અને શાર્પ શૂટર વિનોદ કુમાર ઉપાધ્યાયને , એનકાઉન્ટમાં ઠાર માર્યો છે.

વિનોદ ઉપાધ્યાય વિરૂદ્ધ ગોરખપુર, બસ્તી અને સંત કબીર નગરમાં 35 કેસ નોંધાયેલા હતા, પરંતુ તેમાંથી એક પણ કેસમાં તેને સજા થઈ નહોતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શુક્રવારે વહેલી સવારે જ્યારે STFની ટીમે તેને ઘેરી લીધો ત્યારે તેણે બચવા માટે

તમને જણાવી દઈએ કે, શાર્પ શૂટર વિનોદ કુમાર ઉપાધ્યાયે પોતાની એક સંગઠિત ગેંગ બનાવી હતી. તેણે અત્યાર સુધીમાં ગોરખપુર, બસ્તી, સંતકબીરનગરસ, લખનઉમાં અનેક હત્યાને અંજામ આપ્યો હતો. વિનોદ ઉપાધ્યાયનું એન્કાઉન્ટર STF હેડક્વાર્ટરના ડેપ્યુટી એસપી દીપક કુમાર સિંહના નેતૃત્વમાં તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

વિનોદ ઉપાધ્યાય વિરૂદ્ધ ગોરખપુર, બસ્તી અને સંત કબીર નગરમાં 35 કેસ નોંધાયેલા હતા, પરંતુ તેમાંથી એક પણ કેસમાં તેને સજા થઈ નહોતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શુક્રવારે વહેલી સવારે જ્યારે STFની ટીમે તેને ઘેરી લીધો ત્યારે તેણે બચવા માટે ફાયરિંગ કર્યું.

તેણે STF ટીમ પર અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું, જે બાદ STFએ જવાબી કાર્યવાહીમાં ફાયરિંગ કર્યું હતું. જેમાં તેને ગોળી વાગી ગઈ હતી. જેથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું છે.

STF અને ગોરખપુર ક્રાઈમ બ્રાન્ચની ટીમ 7 મહિનાથી ઉપાધ્યાયને શોધી રહી હતી. વિનોદ ઉપાધ્યાય યુપીના માફિયાઓની ટોપ 10 લિસ્ટમાં સામેલ હતો. વિનોદ ઉપાધ્યાય અયોધ્યા જિલ્લાના પુરવાનો રહેવાસી હતો અને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં યુપી પોલીસે તેના પર 1 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું.

News Click 24

Poll not found

Related Articles

Back to top button