ગુજરાત

ઉત્તરાયણ પહેલા વરસાદે પતંગના વેપારીઓની ચિંતા વધારી છે. વડોદારા ડભોઈ અને શિનોર પંથકમાં પતંગ બજારમાં વેપારીઓના પંડાલમાં પાણી ભરાયાં ,

ડભોઇ પંથકમાં વરસાદનું જોર વધ્યું છે. તાલુકાના મંડાળા, મોટા હબીપુરા, શિનોર ચાર રસ્તા સહિત વિસ્તારમાં ભારે વરસાદી માહોલ

ઉત્તરાયણ પહેલા વરસાદે પતંગના વેપારીઓની ચિંતા વધારી છે. વડોદારા ડભોઈ અને શિનોર પંથકમાં પતંગ બજારમાં વેપારીઓના પંડાલમાં પાણી ભરાયાં હતા. ડભોઇ નગરના અચાનક વરસાદ શરૂ થતા પતંગ અને દોરીના વેપારીઓ દોડતા થયા હતા. અચાનક પડેલા વરસાદને કારણે મોટા પાયે નુકશાન થયું છે. તો શિનોરમાં સાધલીમાં કમોસમી વરસાદીથી પતંગ બજારમાં સન્નાટો છવાયો છે. પતંગ બજારમાં પતંગ દોરીની દુકાનો લઇ બેઠેલા દુકાન ધારકો પોતાની દુકાનો ખાલી કરવા મજબુર બન્યા છે.

પતંગો પાલડી જતા વેપારીઓને માથે આભ તૂટ્યું હતું. ઉતરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે વરસાદ પડ્યો છે. માંડ આજથી ઘરાકી શરૂ થઈ અને વરસાદે પતંગ બજારમાં પાણી ફેરવી નાખ્યું હતું. વેપારીઓને રાતાપાણી રોવાનો વારો આવ્યો છે.

ડભોઇ પંથકમાં વરસાદનું જોર વધ્યું છે. તાલુકાના મંડાળા, મોટા હબીપુરા, શિનોર ચાર રસ્તા સહિત વિસ્તારમાં ભારે વરસાદી માહોલ છે. રોડ રસ્તા પાણી પાણી થયા છે. ખેડૂતોની ચિંતામાં થયો વધારો છે. ભર શિયાળે માવઠું વરસતા કપાસ, ડાંગર, દિવેલા, તુવેર પકવતાં ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. પંથકના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ભર શિયાળે વરસાદી માહોલ છવાયો છે.

વડોદરા ના શિનોર તાલુકામાં વરસાદી માહોલ છે. શિનોર તાલુકામાં દિવસભર વાદળછાયું વાતાવરણ બન્યું હતું. આખા દિવસભર સુરજ દાદાના દર્શન દુર્લભ હતા. શિનોરના સાધલીમાં કમોસમી વરસાદી છાંટા પડતા પતંગ બજારમાં સન્નાટો છવાયો છે. પતંગ દોરીના દુકાન ધારકોમાં ફાફડાટ ફેલાયો છે. પતંગ બજારમાં પતંગ દોરીની દુકાનો લઇ બેઠેલા દુકાન ધારકોની હાલત કફોળી બની છે. પતંગ બજારમાં પતંગ દોરીની દુકાનો લઇ બેઠેલા દુકાન ધારકો પોતાની દુકાનો ખાલી કરવા મજબુર બન્યા છે. ચાલુ વરસાદી છાંટા વચ્ચે દુકાનો ખાલી કરી હતી.

 

News Click 24

Poll not found

Related Articles

Back to top button