રામમંદિરની રાત્રિના સમયની તસવીરો શેર શિલ્પ અને સ્થાપત્ય કલા ઉડીને આંખમાં વળગે છે મંદિર અને ગર્ભગૃહની તસવીરો લાઈટીંગમાં આકર્ષણનું કેન્દ્ર બની
એક સપ્તાહના પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્કા સમારોહમાં ઠાકુરજીને ભોગ લગાવવા માટે મથુરા સ્થિત જન્મ સ્થાનથી 200 કિલોગ્રામ લાડુ અયોધ્યા મોકલવામાં આવશે.

જેમ જેમ 22મી તારીખ નજીક આવી રહી છે તેમ તેમ અયોધ્યામાં રામમંદિરમાં રામલલાની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને જોમ જુસ્સો લોકોમાં વધી રહ્યો છે. રામમંદિર હજુ પુરું બન્યું નથી, પણ જેટલું પણ બન્યું છે તેની ભવ્ય તસ્વીરો સોશિયલ મીડીયામાં શેર થઈ રહી છે, ખાસ કરીને દિવસ ઢળતા જ રામમંદિરની ઝગમગતી તસવીરોએ અનેરું આકર્ષણ જમાવ્યું છે. જેમાં રામમંદિરની અદભૂત શિલ્પ સ્થાપત્ય કલા આંખોને હરી લે છે.
એક સપ્તાહના પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્કા સમારોહમાં ઠાકુરજીને ભોગ લગાવવા માટે મથુરા સ્થિત જન્મ સ્થાનથી 200 કિલોગ્રામ લાડુ અયોધ્યા મોકલવામાં આવશે.
શ્રી કૃષ્ણ જન્મસ્થાન સેવા સંસ્થાન સચિવ કપિલ શર્માએ જણાવ્યું હતું કે મકરસંક્રાંતિના દિવસે વિશિષ્ટ મેવા, મિસરી, કેસર વગેરેથી બનેલા બે કવીન્ટલ લાડુ રથના રૂપે સજેલ, વાહનમાં ઘંટ, ઘડિયાળ, શંખ, મૃદંગ વગેરેની ધ્વનિની સાથે ભગવાન રામનો જય જયકાર લગાવીને મોકલવામાં આવશે. આ દરમિયાન શ્રીકૃષ્ણ જન્મસ્થાન પર ભાગવત ભવનમાં બિરાજમાન શ્રીકૃષ્ણ તેમજ રાધા રાનીની યુગલ પ્રતિમાને ભગવાન રામ અને માતા સીતાના સ્વરૂપથી સજાવવામાં આવશે.
અમદાવાદથી તૈયાર થયેલ રામમંદિરના ગર્ભગૃહના શિખર પર લાગનાર ધર્મ ધ્વજ દંડ ગઈકાલે અયોધ્યા પહોંચ્યો હતો. 44 ફુટ લાંબો અને સાડા પાંચ ટન વજનના ધ્વજ દંડની સાથે 6 અન્ય 20 ફુટ લાંબો દંડ પણ મોકલાયો હતો. રામલલાના મંદિરનું શિખર ફુટ ઉંચુ છે. શિખર પર 44 ફુટનો ધ્વજ દંડ લાગવાથી તે જમીનથી 220 ફુટ ઉંચે લહેરાશે. તેને અમદાવાદથી ઉદય શંકર શર્મા અયોધ્યા લાવ્યા હતા. આ ધ્વજ દંડ સાત મહિનામાં તૈયાર થયા છે.



