કામદારો માટેના લઘુતમ વેતનમાં વધારાની તૈયારી ,
દેશમાં અસંગઠીત ક્ષેત્રમાં કાર્યરત 45 કરોડથી વધુ કામદારોને લાભની તૈયારી: રાજયો માટે અમલ પણ ફરજીયાત કરાશે

દેશમાં કામદારો તથા ખાસ કરીને અસંગઠીત ક્ષેત્રમાં કામ કરતા લોકો માટેની લઘુતમ વેતનની જોગવાઈઓ આગામી દિવસોમાં વધારાની તૈયારી છે. સરકાર આ વિશ્રામ વર્ગને ચૂંટણી ભેટ આપવા માંગે છે અને હવે હાલ જે લઘુતમ વેતન માટે રૂા.176નો લઘુતમ દર છે તે વધારીને 2021માં કેન્દ્રની મોદી સરકારે આ માટે મુખરજી કમીટીની નિયુક્તિ કરી હતી. તેનો રીપોર્ટ હવે સરકારે સુપ્રત થશે અને હાલ જે ફુગાવો સતત ઉંચો જઈ રહ્યો છે તેને આધાર લઈને લઘુતમ વેતન દર વધારાને અને આગામી માસમાં રજુ થનારા બજેટમાં કે પછી તેની અલગથી જાહેરાત થશે.
કમીટીની આખરી બેઠક આ માસમાંજ મળનાર છે. લઘુતમ વેતન ધારાની જોગવાઈ તમામ રાજયો માટે બંધનકર્તા છે અને તે ખાસ કરીને અસંગઠીત ક્ષેત્રમાં કામ કરતા કરોડો કામદારોને લાગુ કરાય છે. રાજયો તેમાં સમયાંતરે ફુગાવાની સ્થિતિ મુજબ ફેરફાર કરતી રહે છે. દેશમાં અસંગઠીત ક્ષેત્રમાં કામદારોની સંખ્યા સૌથી વધુ છે જે બાર્ગેનીંગ પાવર ધરાવતા નથી. અત્યાર સુધી આ લઘુતમ વેતન ધારાનો અમલ ફરજીયાત ન હતો પણ હવે થયું જે લઘુતમ વેતન નિશ્ચિત થશે તે તમામ રાજયો માટે અમલ કરવો ફરજીયાત હશે.
વાસ્તવમાં 2019માં જ અનુપ સતપથી કમીટીએ લઘુતમ વેતન રૂા.375 (દૈનિક) કરવાની ભલામણ કરી હતી પણ તેનો અમલ થયો નહી અને હવે મુખરજી કમીટીની ભલામણો પર સરકાર નિર્ણય લેશે.
હવે નવી કમીટી હાલના રૂા.176 અને સતપથી કમીટીએ જે રૂા.375ના દૈનિક લઘુતમ પંચની ભલામણ કરી હતી તેની વચ્ચેનો કોઈ આંકડા પર જશે. વાસ્તવમાં ખરેખર ફુગાવાના દરની અસર આ લઘુતમ વેતનમાં પ્રતિબંધીત થતી નથી અને તેનો અમલ પણ પુરી રીતે થતો નથી.



