ગુજરાત

ગાંધીનગરમાં કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક , મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં અધ્યક્ષસ્થાને મળનારી બેઠકમાં બજેટસત્રને લઈને ચર્ચા થશે.

18 જાન્યુઆરીથી શરૂ થનાર વનયાત્રા સંદર્ભે પણ થશે ચર્ચા , 22 મી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે યોજાનાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને સ્વચ્છતા અભિયાનની પણ ચર્ચા કરાશે.

ગાંધીનગમાં કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક મળનાર છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં અધ્યક્ષસ્થાને મળનારી બેઠકમાં બજેટસત્રને લઈને ચર્ચા થશે. તેમજ વિવિધ વિભાગોની નવી યોજનાઓને ધ્યાને રાખી ચર્ચા પણ કરાશે. 18 જાન્યુઆરીથી શરૂ થનારા વનયાત્રા સંદર્ભે પણ ચર્ચા થશે. તેમજ તાજેતરમાં વાયબ્રન્ય ગુજરાત સમિટમાં થયેલી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવશે.તો 22 મી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે યોજાનાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને સ્વચ્છતા અભિયાનની પણ ચર્ચા કરાશે.

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024એ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. અત્રે જણાવી કે, વર્ષ 2022માં કોરોના મહામારીને કારણે મુલતવી રાખવામાં આવેલી વાઈબ્રન્ટ સમિટમાં 57, 241 પ્રોજેક્ટ્સમાં 18.87 લાખ કરોડ રૂપિયાના એમઓયુ થયા હતા. જ્યારે જાન્યુઆરી 2024માં યોજાયેલી વાયબ્રન્ટ સમિટની આ 10મી આવૃત્તિમાં 41,299 પ્રોજેક્ટ્સમાં રૂ. 26.33 લાખ કરોડના રોકાણ માટે એમઓયુ થયા છે. આ રીતે ગુજરાતે રૂ. 45 લાખ કરોડથી વધુના રોકાણ માટે કુલ 98,540 પ્રોજેક્ટ માટે એમઓયુની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.

 

News Click 24

Poll not found

Related Articles

Back to top button