ત્રણ ઓઈલ કંપનીઓનો કુલ ત્રિમાસિક નફો રૂા.75000 કરોડ સરકાર પર ભાવઘટાડાનું દબાણ વધુ
ઘટાડો કરી શકે છે. દેશની ત્રણ મુખ્ય ઓઈલ કંપનીઓ લાંબા સમયથી આ બન્ને ઈંધણમાં મોટો નફો કરી રહી છે પણ કદાચ લોકસભા ચુંટણીની જાહેરાતની રાહ જોવાય છે.

આગામી માસમાં રજુ થનારા વચગાળાના બજેટ કે વોટ ઓન એકાઉન્ટમાં રાહતની કોઈ આશા નથી પણ ઓઈલ કંપનીઓ પેટ્રોલ ડિઝલના ભાવમાં રૂા.5થી10નો પ્રતિ લીટર ઘટાડો કરી શકે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડતેલના ભાવમાં લાંબા સમયથી સ્થિરતા અને ઘટાડાની સ્થિતિ છે અને થોડા જીયો પોલીટીકસ કારણોથી થોડા ભાવ વધ્યા હોય છતાં પણ ઓઈલ કંપનીઓમાં તેના ત્રીજા કવાટરના પરિણામોમાં રૂા.75000 કરોડનો તોતીંગ નફો કર્યો છે.
તેની એપ્રિલ 2022થી સ્થિર રહેલા પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો કરવાની પુરતી તક હાલ સરકારી ઓઈલ કંપનીઓ પાસે છે અને દેશમાં જે રીતે ફુગાવો સતત ઉંચો જઈ રહ્યો છે તથા છૂટક ફુગાવો 6%ની આસપાસ પહોંચી ગયા છે તે સ્થિતિમાં ઓઈલ કંપનીઓ ડિઝલ-પેટ્રોલમાં પ્રતિ લીટર રૂા.10 સુધીનો ભાવ
ઘટાડો કરી શકે છે. દેશની ત્રણ મુખ્ય ઓઈલ કંપનીઓ લાંબા સમયથી આ બન્ને ઈંધણમાં મોટો નફો કરી રહી છે પણ કદાચ લોકસભા ચુંટણીની જાહેરાતની રાહ જોવાય છે.



