વડોદરામાં હરણી તળાવની દુર્ઘટનાને લઈ પોલીસ કમિશ્નર દ્વારા પત્રકાર પરિષદ યોજી હતી. પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, એફઆઈઆરમાં નોંધાયેલા આરોપીઓ અને પકડાયેલા આરોપીઓ વિશે માહિતી આપી હતી.
વડોદરામાં હરણી તળાવની દુર્ઘટના મામલે પોલીસે કમિશ્રનર અનુપમસિંહ ગેહલોત દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. મોડી રાત્રે નોંધાયેલા ગુના બાબતે નિવેદન આપ્યું હતું. ત્યારે સમગ્ર કેસની નિષ્પક્ષ તપાસ માટે SIT ની રચના કરવામાં આવી છે.

લેક ઝોન ખાતે ખૂબ જ દુઃખદ બનાવ બન્યો હતો. જેમાં 12 જેટલા બાળકોનાં મૃત્યું થયા તેમજ 2 શિક્ષકોનાં મૃત્યું થયા હતા.જે બાદ 18 જણાને ફાયર ફાઈટર તેમજ સ્થાનિક તરવૈયાઓની ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં તમામ મૃત્યું પામેલ બાળકોના મોડી રાત સુધી તમામ લોકોનું પીએમ થયું હતું. ત્યારે ગત રોજ જે બનાવ બન્યો.જે બાદ તાત્કાલિક અલગ અલગ પ્રકારની ટીમો ઘટનાં સ્થળે પહોચી હતી. રેસ્ક્યું કરવામાં આવેલા બાળકોને તાત્કાલિક બાજુમાં આવેલી જાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અમુક લોકોને એસએસજી ખાતે શિફ્ટ કરવામાં આવેલ છે.
ત્યારે આ ઘટનામાં જે દોષિત હતા. તે તમામ લોકો વિરૂદ્ધ આઈપીસી કલમ 304, 308, 114 તેમજ 337 તેમજ 338 જે ખૂબ જ ગંભીર ગુનાની કલમો છે. જે એમના ઉપર દાખલ કરવામાં આવેલ છે. ગત રોજ લેક ઝોનનાં મેનેજર, બોટ ચલાવનાર તેમજ બોટ સેફ્ટી માટે જે હોય છે તે તમામ લોકોની ધરપકડ કરવામાં આવી છે.