એક બાદ એક રાજયમાં વિપક્ષી ( I.N.D.I.A ) ગઠબંધન વિખેરાવા લાગ્યું .
પંજાબમાં એકલા હાથે ચુંટણી લડવા માનની જાહેરાત U.P. બિહારમાં પણ I.N.D.I.A. ખતરામાં

ઉતરપ્રદેશમાં અખિલેશનું અલ્ટીમેટમ અમારી વાત નહી સ્વીકારાય તો પછી જોડાણનો કોઈ પ્રશ્ર્ન જ નથી . બિહારમાં જનતાદળ (યુ) રાજદ વચ્ચે બેઠક સમજુતીમાં વિધ્ન: કોંગ્રેસ-ડાબેરીઓ પણ મોટો હિસ્સો માંગે છે , અમો 13 બેઠકોમાં કોઈને ભાગ આપવા માંગતા નથી: પંજાબના મુખ્યમંત્રીની જાહેરાત ,
પ.બંગાળમાં એકલા હાથે ચુંટણી લડવાથી તૃણમુલ કોંગ્રેસના વડા મમતા બેનરજીએ કરેલી જાહેરાત બાદ હવે પંજાબ-ઉતરપ્રદેશ બિહારમાં પણ ઈન્ડીયા ગઠબંધન વિખેરાય જાય તેવા સંકેત છે. દિલ્હી અને અને પંજાબમાં શાસક આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે આ બન્ને રાજયોએ બેઠક સમજુતીની બેઠકો છતા હવે પંજાબમાં આમ આદમી પાર્ટીએ એકલા હાથે તમામ બેઠકો લડવાની જાહેરાત કરી છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવત માને એક પત્રકાર પરિષદમાં રાજયની તમામ 13 બેઠકો એકલા હાથે લડવાની જાહેરાત કરી છે. માને કહ્યું કે આમ આદમી પાર્ટી તમામ બેઠકો એકલા હાથે લડવા અને જીતવા સક્ષમ છે.
અમે તે મુજબ વેપારી સાથે આગળ વધી રહ્યા છે. તેઓએ કોંગ્રેસ પક્ષ પર ‘જડ’ વલણ અપનાવાનો આરોપ મુકયો હતો અને હવે પંજાબમાં એક પણ બેઠક પર કોઈ મત સાથે સમજુતી નહી કરવાની જાહેરાત કરીને ‘ઈન્ડીયા’ ગઠબંધનને વધુ મોટો ફટકો માર્યો છે. પંજાબમાં જોડાણ ના થાય તો દિલ્હીમાં પણ તમામ 7 બેઠકો પર આમ આદમી પાર્ટી ચુંટણી લડવા તે નિશ્ચિત છે અને અન્ય રાજયો જે કોંગ્રેસ માટે મહત્વના છે ત્યાં પણ ‘આપ’ ઉમેદવાર જાહેરાત કરી શકે છે.
બિહારમાં પણ જનતાદળ (યુ) રાજદ વચ્ચે બેઠક સમજુતી હજુ થઈ શકી નથી. અહી પણ કોંગ્રેસ અને ડાબેરી પક્ષો અડધી બેઠકો માંગી રહ્યા છે તો ઉતરપ્રદેશમાં પણ અખિલેશ યાદવે આકરૂ વલણ લેતા કોંગ્રેસ પક્ષ પર આરોપો મુકી તમામ બેઠકો એકલા હાથે લડવા તૈયાર છે તેવી જાહેરાત કરી છે તેઓ પણ મમતા-માનની લાઈન પર ફકત લોકદળ સાથે જોડાણ કરીને ચુંટણી લડશે તેવા મકકમ સંકેત આપી દીધા છે.



