ભારત

અયોધ્યામાં ભક્તો માટે રામ મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા છે , ભક્તો કરશે રામ લલ્લાના દર્શન અને અર્થ વ્યવસ્થામાં ઉમેરાશે અંદાજે 1.83 લાખ કરોડ રૂપિયા

દેશની સૌથી મોટી બેંક SBI ના અનુમાન મૂજબ અયોધ્યામાં ભક્તો દ્વારા દર સેકન્ડે 1.26 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.

એસબીઆઈના જણાવ્યા અનુસાર, અયોધ્યાની સાથે ઉત્તર પ્રદેશમાં પર્યટનમાં વધારો થશે અને વર્ષના અંત સુધીમાં સ્થાનિક અને વિદેશી પ્રવાસીઓ દ્વારા કુલ 4 લાખ કરોડ ખર્ચ થઈ શકે છે. નાણાકીય વર્ષ 2025 દરમિયાન પ્રવાસીઓની સંખ્યામાં ભારે વધારે સાથે રાજ્ય સરકાર 20,000-25,000 કરોડથી વધારે કમાઈ શકે છે. જો કોઈ વ્યક્તિ અયોધ્યા દર્શન માટે જાય છે તો 2-3 દિવસનો અંદાજીત ખર્ચ 10,000 રૂપિયા થઈ શકે છે. મીડિયા અહેવાલ અનુસાર પ્રથમ દિવસે લગભગ 5 લાખ ભક્તોએ રામ લલ્લાના દર્શન કર્યા હતા. તે મૂજબ જો ગણતરી કરીએ તો 5 લાખ ભક્તો X 10,000 રૂપિયા = 5,00,00,00,000 એટલે 50 કરોડ રૂપિયા થાય.

આપણે 10 દિવસ મૂજબ ખર્ચની ગણતરી કરીએ તો 5,00,00,00,000 X 10 દિવસ = 50,00,00,00,000 એટલે લગભગ 5 હજાર કરોડ રૂપિયા થાય છે. આપણે ભક્તો દ્વારા કરવામાં આવતા ખર્ચની 30 દિવસ પ્રમાણે ગણતરી કરીએ તો 5,00,00,00,000 X 30 દિવસ = 1,50,00,00,00,000 એટલે લગભગ 15 હજાર કરોડ રૂપિયા થાય છે.

ભક્તો દ્વારા કરવામાં આવતા ખર્ચની ગણતરી જો 1 વર્ષ પ્રમાણે કરીએ તો 5,00,00,00,000 X 365 દિવસ = 18,25,00,00,00,000 એટલે લગભગ 1.83 લાખ કરોડ રૂપિયા થાય છે. આ ગણતરી એક દિવસમાં 5 લાખ ભક્તો મૂજબ કરી છે. પરંતુ આવનારા સમયમાં જ્યારે મંદિર સંપૂર્ણ તૈયા ર થઈ જશે ભક્તોની સંખ્યા વધશે અને તેની સાથે ખર્ચ પણ વધશે. હવે આપણે 1 વર્ષના ખર્ચ 1.83 લાખ કરોડ રૂપિયાની સરખામણી આજે 25 જાન્યુઆરીના રોજ સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ કંપનીના માર્કેટ કેપ સાથે કરીએ તો અંદાજે 40 કંપની છે જેનું માર્કેટ કેપ તેનાથી વધારે છે. 40 નંબર પરની કંપની DLF નું માર્કેટ કેપ 188049 કરોડ રૂપિયા છે, જ્યારે 1 નંબર પર રિલાયન્સ છે જેનું માર્કેટ કેપ 1827884.59 કરોડ રૂપિયા છે.

 

 

 

News Click 24

Poll not found

Related Articles

Back to top button