Vi એ ગણતંત્ર દિવસ પર પ્રીપેઈડ યૂઝર્સને શાનદાર ઓફર આપી છે. આ વાર્ષિક પ્લાન સાથે આ ઓફર આપી રહી છે. 30 જાન્યુઆરી 2024 સુધી આ ઓફરનો લાભ મેળવી શકાય છે.
ગણતંત્ર દિવસ પર પ્રીપેઈડ યૂઝર્સને કંપની તરફથી ગિફ્ટ આ વાર્ષિક પ્લાન સાથે આપી શાનદાર ઓફર 30 જાન્યુઆરી 2024 સુધી મેળવો આ ઓફરનો લાભ
Vi એ ગણતંત્ર દિવસ પર પ્રીપેઈડ યૂઝર્સને શાનદાર ઓફર આપી છે. આ ઓફરથી યૂઝર્સને કંપની તરફથી વધારાના ડેટાની સાથે વધારાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે. કંપનીના 3099 રૂપિયાના વાર્ષિક પ્લાન સાથે આ ઓફર આપી રહી છે. 30 જાન્યુઆરી 2024 સુધી આ ઓફરનો લાભ મેળવી શકાય છે. આ ઓફરને પૂરી થવામાં હજુ પાંચ દિવસ બાકી છે. 3099 રૂપિયાના પ્લાન સાથે, પ્રીપેઈડ યૂઝર્સને દરરોજ 2 GB હાઇ-સ્પીડ ડેટા, અનલિમિટેડ સ્થાનિક અને STD ફ્રી કૉલિંગ અને દરરોજ 100 SMSનો લાભ મળે છે. આ પ્લાનમાં કંપની તરફથી વધારાનો ડેટા 50 GB આપવામાં આવશે. ઉપરાંત Vi એપ પર આ પ્લાન ખરીદવાથી 75 રૂપિયાનું એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે.
3099 રૂપિયાના પ્લાન સાથે તમને Binge All Night (રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી) ફ્રીમાં સર્ફિંગ, સ્ટ્રીમિંગ અને શેરિંગ કરી શકાય છે. ઉપરાંત વીકએન્ડ ડેટા રોલઓવરનો બેનેફિટ્સ આપવામાં આવશે. તમારો બાકીનો અનયુઝેબલ ડેટાનો વીકએન્ડમાં ઉપયોગ કરી શકશો. 1 વર્ષ માટે Disney Plus Hotstarનું મોબાઈલમાં ફ્રી એક્સેસ આપવામાં આવશે. ઉપરાંત Vodafone Idea તરફથી Vi મૂવીઝ અને ટીવીનું ઍક્સેસ પણ મળશે.



