વિશ્વ

માલદીવના રાષ્ટ્રપતિના સુર બદલ્યા માલદીવના રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવીમાં આવી માલદીવના રાષ્ટ્રપતિ કાર્યાલયે ટ્વિટમાં કહ્યું કે, બંને દેશ વચ્ચે સદીઓ જૂની મિત્રતા છે

હાલમાં જ વડાપ્રધાન મોદીની લક્ષદ્વીપની મુલાકાત બાદ માલદીવ સરકારના ત્રણ મંત્રીઓએ પીએમ મોદીની મુલાકાતની કેટલીક તસવીરો પર વાંધાજનક ટિપ્પણી કરી હતી

વડાપ્રધાન મોદીની લક્ષદ્વીપની તસવીરો પર થયેલા વિવાદને પગલે ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો છેલ્લા કેટલાક સમયથી વણસાયા છે. પરંતુ આ તણાવ વચ્ચે માલદીવના રાષ્ટ્રપતિએ બંને દેશોના સંબંધોના વખાણ કર્યા છે. માલદીવના રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં મુઇજ્જુએ રાષ્ટ્રપતિ મુર્મુ અને વડાપ્રધાન મોદીને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી હતી અને બંને દેશો વચ્ચેના સંબંધો અને પરસ્પર સન્માન પર ભાર મૂક્યો હતો. રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં, તેણે માલદીવની જનતા અને સરકાર વતી ભારતની જનતા અને સરકારને અભિનંદન પાઠવ્યા છે અને ભારત માટે શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિની શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે માલદીવ અને ભારતની મિત્રતા સદીઓ જૂની છે.

હાલમાં જ વડાપ્રધાન મોદીની લક્ષદ્વીપની મુલાકાત બાદ માલદીવ સરકારના ત્રણ મંત્રીઓએ પીએમ મોદીની મુલાકાતની કેટલીક તસવીરો પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. ત્યારથી બંને દેશો વચ્ચે રાજદ્વારી વિવાદ વધુ ઘેરો બન્યો હતો. આ મામલે વિવાદ વધ્યા બાદ આ ત્રણેય મંત્રીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. બંને દેશોના તણાવ વચ્ચે માલદીવના રાષ્ટ્રપતિ મુઇજ્જુએ ચીનની મુલાકાત પણ લીધી હતી. આ પ્રવાસમાંથી પરત ફર્યા બાદ મુઇજ્જુ સતત ભારતને ટાર્ગેટ કર્યું હતું.

મુઇજ્જુ માલદીવ પરત ફરતાની સાથે જ તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, અમારી સાથે દાદાગીરી કરવાનું લાયસન્સ કોઈની પાસે નથી. તેમણે કહ્યું હતું કે અમે ભલે નાનો દેશ હોઈએ પરંતુ તે કોઈને આપણી સાથે ધમકાવવાનું લાયસન્સ નથી આપતું. જો કે મુઈઝુએ કોઈનું નામ લઈને સીધું આ નિવેદન આપ્યું નથી.

પરંતુ એવું માનવામાં આવે છે કે તેમનું નિશાન ભારત તરફ છે. આ બધા વચ્ચે અચાનક માલદીવના રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા ભારત માટે આ પ્રકારનું શુભેચ્છા માટેનું ટ્વિટ કરવું તે ખૂબ જ આશ્ચર્યજનક વાત કહી શકાય.

News Click 24

Poll not found

Related Articles

Back to top button