ગુજરાત

મંદીમાંથી પસાર થઇ રહેલા સુરતના હીરા ઉદ્યોગને વધુ એક ફટકો 1 માર્ચથી અમેરિકામાં રશિયાના ડાયમંડ પ્રોડક્ટ પર મુકાશે પ્રતિબંધ

યુક્રેન યુદ્ધ બાદ અમેરિકામાં રશિયાથી ઉત્પાદિત વસ્તુઓ પર નિયંત્રણ કડક કરાયા

સુરતના હીરા ઉદ્યોગ માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. પહેલી માર્ચથી અમેરિકામાં રશિયાના હીરા પર પ્રતિબંધ મુકાશે. જેથી સુરતના ઉદ્યોગને અંદાજે 35 ટકાનો ફટકો પડશે. યુક્રેન યુદ્ધ બાદ અમેરિકામાં રશિયામાં ઉત્પાદિત વસ્તુઓને બેન કરવા પ્રયાસો શરૂ કરાયા છે. જેમાં ખાસ કરીને હીરા માટે મંજૂરી મળી છે. ઓફેકના ડેપ્યુટી ડિરેક્ટરે દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા છે.

1 કેરેટ કે તેથી વધુ વજન ધરાવતા પોલિશ્ડ હીરા પર 1 માર્ચથી પ્રતિબંધ લાગુ થશે. અડધા કેરેટથી પતલી સાઈઝના હીરાને બેન કરવા બાબતે હવે 1 સપ્ટેમ્બરે વિચારણા કરાશે. આ જાહેરાતમાં સ્પષ્ટતા કરવામાં આવી નથી કે આયાતકારોએ પુરાવા પ્રદાન કરવાની જરૂર પડશે કે તેમના પોલિશ્ડ હીરાની રશિયામાં ખાણકામ કરવામાં આવી ન હતી. સુરતમાં આયાત થતા કુલ રફ ડાયમંડમાંથી 30થી 35 ટકા રફ રશિયાથી આયાત કરવામાં આવે છે. જેના કારણે સુરતની ઈન્ડસ્ટ્રીને અસર થશે.

નોંધનીય છે કે, થોડા સમય પહેલા વૈશ્વિક મંદીના કારણે હીરા ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો હતો. યુક્રેન રશિયા યુદ્ધને કારણે રશિયાના રફ ડાયમંડ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેના કારણે સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદી જોવા મળી રહી છે. મંદીથી મુશ્કેલીમાં મુકાયેલા સુરતના રત્નકલાકારોએ આર્થિક પેકેજની માંગ કરી હતી. ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન પહેલા આર્થિક સહાય આપવા રજૂઆત કરવામાં આવી હતી. વૈશ્વિક મંદીને કારણે હીરા ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો હતો.

યુક્રેન રશિયા યુદ્ધને કારણે રશિયાના રફ ડાયમંડ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સુરતમાં પોલિશ્ડ થતાં રફમાં 30 ટકાથી વધુ હિસ્સો રશિયન રફનો હોય છે. રશિયન રફનો પ્રતિબંધ અને મંદીના કારણે હીરા ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્નકલાકારો માટે આર્થિક પેકેજની માંગ કરાઇ હતી. માંગ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં પ્રતિક ઉપવાસ કરવાની ચીમકી આપી હતી.

G- 7 દેશોએ રશિયાના હીરા પર પ્રતિબંધ લગાવ્યો છે ત્યારે GJEPC દ્વારા રફની આયાત પર વોલેન્ટરી રોક હટાવી લીધી છે. હીરા ઉદ્યોગમાં બેરોજગારી ન વધે તે માટે આ નિર્ણય લેવાયો છે. આગામી 15મીથી હીરા વેપારીઓ રફ હીરા મંગાવી શકશે.

બેરોજગારી વધવાની શક્યતાને ધ્યાનમાં રાખી હીરા ઉદ્યોગની મુખ્ય સંસ્થા GJEPC દ્ધારા નિર્ણય કર્યો છે. હીરાના આયાત પર લગાવેલ વોલેન્ટરી રોક હટાવી લેવામાં આવી છે. કટ એન્ડ પોલિશ્ડ હીરાનું ઓવર પ્રોડક્શન ન થાય તે માટે 15મી સપ્ટેમ્બરના રોજ આયાત સ્વૈચ્છિક બંધ કરાઈ હતી. મંદી દરમિયાન શહેરનું ડાયમંડ માર્કેટ સ્ટેબલ થાય તે માટે જીજેઈપીસી દ્ધારા રફની આયાત પર સ્વૈચ્છિક રીતે પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. હવે હીરા વેપારીઓ આગામી 15મી ડિસેમ્બરથી રફની આયાત કરી શકશે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button