બિહારમાં 14 દિવસ પુર્વે ફરી એક વખત એનડીએમાં જોડાઈને ભાજપની સાથે સરકાર બનાવનાર મુખ્યમંત્રી નીતીશકુમાર આજે વિધાનસભામાં બહુમતી સાબીત કરવા જઈ રહ્યા છે
આજે સવારે 11 વાગ્યે વિધાનસભાની કામગીરી શરૂ થાય તે પુર્વે આંકડાની દ્રષ્ટિએ નીતીશ સરકાર ‘સલામત’ રીતે વિશ્ર્વાસ પ્રસ્તાવ મેળવી લેશે તેવા સંકેત છે
બિહારમાં 14 દિવસ પુર્વે ફરી એક વખત એનડીએમાં જોડાઈને ભાજપની સાથે સરકાર બનાવનાર મુખ્યમંત્રી નીતીશકુમાર આજે વિધાનસભામાં બહુમતી સાબીત કરવા જઈ રહ્યા છે તે સમયે જબરી રાજકીય ગતિવિધિ પટણામાં જોવા મળી છે. આજે સવારે 11 વાગ્યે વિધાનસભાની કામગીરી શરૂ થાય તે પુર્વે આંકડાની દ્રષ્ટિએ નીતીશ સરકાર ‘સલામત’ રીતે વિશ્ર્વાસ પ્રસ્તાવ મેળવી લેશે તેવા સંકેત છે પણ જે રીતે સતા ગુમાવનાર રાષ્ટ્રીય જનતાદળ અને તેના વડા તેમજ પુર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ આક્રમક છે તેથી જનતાદળ (યુ) અને ભાજપને પણ તેના ધારાસભ્યોને સલામત રાખવાની ફરજ પડી છે.
ગઈકાલ સાંજથી જ જબરા નાટયાત્મક દ્રશ્યો જોવા મળ્યા હતા. રાજદના તમામ 79 માંથી 78 ધારાસભ્યોને તેજસ્વી યાદવે તેમના બંગલામાં ‘કેદ’ કરી લીધા હતા અને આજે સવારે તેઓને સીધા વિધાનસભા ગૃહ ખાતે લઈ જવાયા હતા તો જનતાદળ (યુ)ના 43 અને ભાજપના 78માંથી મોટાભાગના ધારાસભ્યોને હોટેલમાં રખાયા હતા. કોંગ્રેસ પક્ષના 19માંથી 17 ધારાસભ્યોને તો એક અઠવાડીયાથી હૈદરાબાદ મોકલી દેવાયા હતા અને આજે સવારે તેઓને પરત લાવવામાં આવ્યા છે.
વિશ્વાસ પ્રસ્તાવ માટે જરૂરી 122 ધારાસભ્યોને નીતીશકુમાર સાથે 128 ધારાસભ્યો છે અને તેજસ્વી યાદવના જૂથમાં 114 ધારાસભ્યો છે પણ જે રીતે તેજસ્વી યાદવે થોડા દિવસ પુર્વે જ તેઓ સફળ થશે તેવો દાવો કરતા જ જનતાદળ (યુ) ભાજપ કેમ્પ સાવધ બની ગયો હતો. સૌની નજર વિધાનસભા અધ્યક્ષ પર છે જે રાજદ કેમ્પના છે અને તેથી પહેલા તમામ સામે અવિશ્ર્વાસ દરખાસ્ત આવી શકે છે.



