ગુજરાત

રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનની સ્ટે.કમીટીની રામવન ખાતે પ્રથમ વખત મળેલી જમ્બો મીટીંગમાં . 113 પૈકી 112 દરખાસ્ત મંજૂર કરી અધધ 551 કરોડના વિકાસ કામો મંજુર કર્યા ,

113 પૈકી 112 દરખાસ્ત મંજૂર કરી અધધ 551 કરોડના વિકાસ કામો મંજુર કર્યા

રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનની સ્ટે.કમીટીની  રામવન ખાતે પ્રથમ વખત મળેલી જમ્બો મીટીંગમાં એક બાદ એક નવા વિકાસના અધ્યાય રચતા ચેરમેન જયમીન ઠાકરે સુવર્ણ જયંતિ વર્ષમાં વધુ એક રેકોર્ડ કર્યો છે. આજે એજન્ડા પર રહેલી 113 પૈકી 112 દરખાસ્ત મંજૂર કરી અધધ 551 કરોડના વિકાસ કામો મંજુર કર્યા છે. અમૃત યોજના હેઠળ નવા ભળેલા વિસ્તારોમાં ભુગર્ભ, પાણી પુરવઠાના નવા કામો માટે કરોડો રૂપિયાની દરખાસ્ત મંજુર કરાઇ છે.

ડીઆઇ પાઇપલાઇનના ધીમી ગતિએ ચાલતા કામ, માલની શોર્ટ સપ્લાય, ખુબ ઉંચી ઓનની માંગણી સહિતના સંજોગોમાં ચેરમેન અને કમિશ્નરે સાથે મળીને ‘આત્મનિર્ભર’ બનવા તરફ કદમ આગળ વધાર્યુ છે. વોટરવર્કસ વિભાગ માટે પ00થી 800 એમએમની ડીઆઇ પાઇપલાઇન ખરીદવા 46.ર3 કરોડ, ર00થી 4પ0 ડાયાની ડીઆઇ લાઇન ખરીદવા 75.34 કરોડ, 80થી 150 મીમી ડાયાની ડીઆઇ લાઇન ખરીદવા 107 કરોડ મંજુર કરવામાં આવ્યા છે. આમ આજની મીટીંગમાં મનપા જાતે પાઇપલાઇન ખરીદે અને વિસ્તામાં જોબવર્કથી પથરાવીને લોકોને વહેલાસર પાણીની સુવિધા આપી તે માટે કુલ 228 કરોડની ખરીદી કરવા ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.

સ્ટે.ચેરમેન જયમીન ઠાકરે મીટીંગ બાદ માહિતી આપતા જણાવ્યું હતું કે આજની મીટીંગમાં રસ્તા કામ માટે 87.92 કરોડ, ડે્રનેજ માટે 67.57 કરોડ, પેવીંગ બ્લોક માટે 2.64 કરોડ, ડીઆઇ પાઇપલાઇન માટે 24.24 કરોડ,  વાહન ખરીદી માટે 4 કરોડ, નવા સ્મશાન માટે 5.24 કરોડ, અર્બન ફોરેસ્ટ માટે 93 લાખ, મેટલીંગ કામ માટે 1.77 કરોડ, પમ્પીંગ સ્ટેશન માટે 3.56 કરોડ મંજુર કરાયા છે.

વધુમાં ઝુના કામ માટે 40.32 લાખ, મણીયાર હોલના રીનોવેશન માટે 4.17 કરોડ, રમતગમત માટે 51 લાખ,  વોર્ડ નં.પમાં નવી વોર્ડ ઓફિસ માટે 41 લાખ, એલઇડી લાઇટીંગ સુધારણા માટે 1.83 કરોડ, સુએજ પમ્પીંગ સ્ટેશન માટે 8.02 કરોડ, ડ્રેનેજ પાઇપલાઇન માટે 20.66 કરોડ, ગટર પાઇપલાઇન માટે 12.79 કરોડ, કેમીકલ ખરીદી માટે 1.34 કરોડ સહિતના 550.99 કરોડના કામો મંજુર કરવામાં આવ્યા છે.

આજની મીટીંગમાં 112 દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી અને એક દરખાસ્ત મુલત્વી રાખવામાં આવી હતી. સ્ક્રેપના વેચાણ પેટે મનપાને 30.54 લાખની આવક થઇ છે. મેડીકલ સહાયના 19.પ0 લાખ કર્મચારી પરિવારો માટે મંજૂર કરવામાં આવ્યા હતા.

◙ મંજૂર મુખ્ય દરખાસ્તો

વોર્ડ નં.11માં મુંજકામાં ડ્રેનેજ લાઇન 10.88 કરોડ

– વોર્ડ નં.18ના જયરામ પાર્કમાં મેટલીંગ 16.89 લાખ

– વોર્ડ નં.18ની જુદી જુદી સોસાયટીઓમાં મેટલીંગ 79.33 લાખ

– વોર્ડ નં.3 માધાપરમાં ડે્રેનેજ લાઇન-રોડ રીસ્ટોરેશન 11.84 કરોડ

– બેડી ડબલ્યુટીપી મેન્ટેનન્સનો કોન્ટ્રાકટ 75.82 લાખ

– ન્યારી-1 પર પમ્પસેટ સહિતના કામ માટે 90.38 લાખ

– આજી ડેમ પમ્પ હાઉસ પાછળ મીયાવાકી વૃક્ષારોપણ 93 લાખ

– વોર્ડ નં.9 નાણાવટી ચોકથી ન્યારા પમ્પ સુધી ફુટપાથ-બ્લોક ર8.6પ લાખ

– વોર્ડ નં.1 રૈયાધાર પાસે શાંતિનગરના બાકી રસ્તે મેટલીંગ 25.18 લાખ

– વોર્ડ નં.11 અને 12 પાર્ટમાં અમૃત યોજના હેઠળ ડ્રેનેજ કામ 25.82 કરોડ

– વોર્ડ નં.12માં ડીઆઇ પાઇપલાઇન નેટવર્ક માટે 24.24 કરોડ

– વોટરવર્કસના ફિલ્ટર પ્લાન્ટ સહિતના મેન્ટેનન્સ 3.57 કરોડ

– નાકરાવાડી ખાતે ગાર્બેજ હેરફેર માટે બે મશીન માટે વધારાનું ભાડુ 62 લાખ

– વોર્ડ નં.4 જુના મોરબી રોડ પર બંને સાઇટ પેવીંગ બ્લોક માટે 44.38 લાખ

– સેગ્રીગેટેડ વેસ્ટ કલેકશન માટે સ્વયંસેવકોને કામ આપવા 20.25 લાખ

– શહેરના મુખ્ય માર્ગો પર એલઇડી લાઇટીંગ સિસ્ટમના નવીનીકરણ માટે 1.83 કરોડ

– વોર્ડ નં.1માં ટીપીના રસ્તે ડામર અને રીસ્ટોરેશન માટે 5.89 કરોડ

– કાલાવડ રોડ આત્મીય કોલેજથી એ.જી. ચોક સુધી રીકાર્પેટ 2.37 કરોડ

– વોર્ડ નં.પમાં માલધારી શેરી 4માં સીસી રોડ માટે 22 લાખ

– વોટર વર્કસ શાખામાં ફલો મીટર, લેવલ અને કલોરીંગ સેન્ટર માટે 53 લાખ

– ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન માટે સાધનો ખરીદવા 50 લાખ

– બેડીનાકા ડ્રેનેજ સ્ટેશનોમાં ફેબ્રીકેટેડ સ્ક્રીન ફીટીંગ માટે 84 લાખ

– જયુબીલી ગાર્ડનમાં મણીયાર હોલના રીનોવેશન માટે 4.17 કરોડ

– ઇન્ડોર સ્ટેડીયમમાં બેડમિન્ટન કોર્ટમાં વુડન કલોરીંગ 51.21 લાખ

– વોર્ડ નં.11ના ટીપીના રસ્તા પર ડામર માટે 7.88 કરોડ

– વોર્ડ નં.3ના રેલનગરના ટીપીના રસ્તે નવા પેવર રોડ માટે 6.14 કરોડ

– વોર્ડ નં.11માં સત્યજીત સોપાન, અવધ નાલાના રસ્તે રીકાર્પેટ માટે બે કરોડ

– વોર્ડ નં.18માં કોઠારીયામાં નવા સ્મશાન માટે 5.24 કરોડ

– વોર્ડ નં.3ના સુન્દરમ સીટીવાળો રોડ ડેવલપ કરવા 1.06 કરોડ

– વોર્ડ નં.4 વૃંદાવન વીલા પાસે 12 મીટરના ટીપી રોડ માટે 2.55 કરોડ

– ભગવતીપરામાં અમૃત2.0 હેઠળ સીવરેજ લાઇન માટે 4.59 કરોડ

– યુનિ. રોડ પર ફુટપાથ અને પેવીંગ બ્લોક માટે પ3 લાખ

– વોર્ડ નં.4 હરસિધ્ધિ અને રિધ્ધિસિધ્ધિ વિસ્તારમાં સીવરેજ લાઇન માટે 8.ર0 કરોડ

– વોર્ડ નં.18 રિધ્ધિસિધ્ધિ નાલાથી નવો રોડ ડેવલપ કરવા 6.96 કરોડ

– વોર્ડ નં.6 પ્રદ્યુમન પાર્કથી ભીચરી રોડ સુધી પેવર રીકાર્પેટ માટે 1.20 કરોડ

– વોર્ડ નં.18 ડાયમંડ પાર્ટી પ્લોટથી રેલવે ટ્રેક સુધી ડામર રોડ માટે 8.13 કરોડ

– વોર્ડ નં.6 સંતકબીર રોડ, ક્રિસ્ટલ કોમ્પ્લેક્ષથી પ્રદ્યુમન પાર્ક સુધી ડામર માટે 4.44 કરોડ

– આજી ફિલ્ટર પ્લાન્ટથી બાપુનગર સુધી નવી પાઇપલાઇન માટે 7.09 કરોડ

– અમૃત ર.0 હેઠળ વોર્ડ નં.9ના મુંજકામાં સીવેજ પમ્પીંગ સ્ટેશન માટે 6.69 કરોડ

– વોર્ડ નં.4ની જુદી જુદી સોસાયટી અને ટીપી રોડ પર ડામર માટે 7.22 કરોડ

– વોર્ડ નં.11 મવડી સ્મશાનથી જેટકો ચોકડી સુધી ડામર રોડ માટે 13.14 કરોડ

– વોટર વર્કસ શાખા માટે પાઇપલાઇનો ખરીદવા માટે 122 કરોડ

– વોટર વર્કસ માટે 80થી 1પ0 મીમી ડીઆઇ પાઇપલાઇન ખરીદવા 107 કરોડ

– વોર્ડ નં.11 વગળ ચોકથી પાળ રોડ સુધી ડામર રોડ માટે 8.81 કરોડ

– વોર્ડ નં.1 ઘંટેશ્વરમાં સુએજ પ્લાન્ટ માટે 30.8પ કરોડ

– મોટા મવામાં વોટર સપ્લાય હેડવર્કસ સહિતના કામ માટે 34.42 કરોડ

– મુંજકામાં પાણી પુરવઠાના કામ માટે 26 કરોડ

– 10 નંગ ટીપર ટ્રક ખરીદવા 3.99 કરોડ

– વોર્ડ નં.1પ મીરા ઇન્ડ. એરીયામાં ડામર કામ માટે 3.57 કરોડ

– પાણીના શુધ્ધિકરણ માટે કલોરાઇડ ખરીદવા માટે 1.08 કરોડ

– વોર્ડ નં.12 શ્રીનાથજી, વિનાયક, ગીરનાર સોસાયટીમાં ડામર માટે 3.96 કરોડ

-વોર્ડ નં. 13 કે.કે., સુખસાગર, માધવવાટિકામાં ડામર માટે 2.52 કરોડ

News Click 24

Poll not found

Related Articles

Back to top button