છેલ્લા એક સપ્તાહથી ચાલતા વિવાદનો અંત , U.P.માં સમજુતી 17 બેઠકોની સપાની ઓફર સ્વીકારતી કોંગ્રેસ
અમેઠી-રાયબરેલી-વારાણસી-સીતાપુર-પ્રયાગરાજ-ઝાંસી-કાનપુર-ફતેહપુર-સિકકી સહિત 17 બેઠકો લડશે કોંગ્રેસ: એક-બે બેઠક હજું વધુ મળી શકે
નવી દિલ્હી :- આગામી લોકસભા ચુંટણી લડવા માટે રચાયેલા ઈન્ડીયા ગઠબંધનમાં એક બાદ એક સાથી પક્ષો અલગ થઈ રહ્યા છે તે સમયે લાંબા વિવાદ બાદ સમાજવાદી પક્ષ અને કોંગ્રેસ વચ્ચે ઉતરપ્રદેશમાં બેઠક સમજુતી થઈ હોવાનો દાવો સપા વડા અખિલેશ યાદવે જાહેર કરીને જણાવ્યું હતું કે સાંજે સતાવાર જાહેરાત કરવામાં આવશે.
કોંગ્રેસ પક્ષે જો કે હજુ આ મુદે મૌન ધારણ કર્યુ છે પણ અખિલેશ યાદવે જણાવ્યું કે કોંગ્રેસ પક્ષે 17 બેઠકો લડવાનું સ્વીકાર્યુ છે અને સમજુતી મુજબ અમેઠી, રાયબરેલી, પ્રયાગરાજ કાનપુર, ઝાંસી, સીતામઢી, બુલંદ શહેર, ફતેહપુર સિકકી સહિતની બેઠકો કોંગ્રેસ લડશે. વારાણસી, મથુરા, અમરોહા બેઠક પણ આ પક્ષને ફાળવવામાં આવી છે.
કોંગ્રેસ હજુ લખીમપુર ખીરી અને શ્ર્વાસ્વતી બેઠક માંગી છે અને તેના બદલે બુલંદ શહેર બેઠક છોડવા તૈયાર છે. સમાજવાદી પક્ષ અને કોંગ્રેસ વચ્ચે તનાવના કારણે સપા નેતા અખિલેશ યાદવ હજુ સુધી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં સામેલ થયા નથી પણ બીજી તરફ સપાએ ત્રણ તબકકામાં 36 બેઠકોના ઉમેદવાર જાહેર કરીને કોંગ્રેસ પર દબાણ વધાર્યુ હતું અને તે દાવ સફળ રહ્યા છે. એક તરફ રાહુલ ગાંધી આજે ભારત જોડો ન્યાય યાત્રામાં વારાણસીમાં છે અને હવે સાંજ સુધીમાં અખિલેશ યાદવ પણ તેમની સાથે જોડાય તેવી ધારણા છે. સપાએ તેના ઉમેદવારો જાહેર કરતા હવે ઉતરપ્રદેશમાં ચુંટણી વાતાવરણ જામશે તે નિશ્ચિત છે.



