પેન્શન ફંડ નિયામક પીએફઆરડીએ એ એક મોટો નિર્ણય લઈને રાષ્ટ્રીય પેન્શન યોજના (એનપીએસ)ના ખાતા આધારિત વેરિફિકેશન (ચકાસણી) ફરજિયાત કરી દીધું છે. હવે બેવડા વેરિફિકેશન બાદ જ ખાતામાંથી ઉપાડ સંભવ બની શકશે. નવી વ્યવસ્થા એક એપ્રિલથી લાગુ થશે. નિયામકે હાલમાં જ સકર્યુલર જાહેર કર્યો છે, જે મુજબ સેન્ટ્રલ રેકોર્ડ કીપિંગ એજન્સી (સીઆરએ) સિસ્ટમમાં લોગ ઈન કરવા માટે વધારાના સુરક્ષા ઉપાય કરવામાં આવ્યા છે. હવે સીઆરએ સીસ્ટમમાં લોગ ઈન કરવા માટે ડબલ વેરિફિકેશન (ટુ ફેકચર ઓન્થેટિકેશન)નો ઉપયોગ થશે. સીઆરએ સિસ્ટમ એક વેબ આધારિત પ્લેટફોર્મ છે, જેને એનપીએસ સંબંધિત કામો માટે તૈયાર કરવામાં આવ્યું છે .
Poll not found



