અશ્વિને ભારતમાં ટેસ્ટમાં સૌથી વધુ વિકેટનો કુંબલેનો રેકોર્ડ તોડયો ,
અશ્વિને ઈંગ્લેન્ડના બીજા દાવમાં કુલ પાંચ વિકેટ ઝડપતા ભારતની ધરતી પર ટેસ્ટમાં તેની કુલ 354 વિકેટ થઈ હતી. અશ્વિને 59 ટેસ્ટમાં 21.40ની સરેરાશ સાથે 351 વિકેટ ઝડપવાનો વિક્રમ સર્જયો હતો.

અશ્વિને ઈંગ્લેન્ડના બીજા દાવમાં કુલ પાંચ વિકેટ ઝડપતા ભારતની ધરતી પર ટેસ્ટમાં તેની કુલ 354 વિકેટ થઈ હતી. અશ્વિને 59 ટેસ્ટમાં 21.40ની સરેરાશ સાથે 351 વિકેટ ઝડપવાનો વિક્રમ સર્જયો હતો.
ભારતના ઓફ સ્પીનર રવિચંદ્રન અશ્વિને ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટમાં બીજા દાવમાં તેના નામે વધુ એક સિદ્ધિ નોંધાવી છે. આર અશ્વિને ઈંગ્લેન્ડના બેન ડકેટ અને ઓલી પોપની વિકેટ ઝડપતા તે ભારતમાં ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર બન્યો હતો. આ સાથે જ તેણે ભારતના મહાન સ્પિનર અનિલ કુંબલેના 350 વિકેટનો રેકોર્ડ તોડયો હતો.
અશ્વિને ઈંગ્લેન્ડના બીજા દાવમાં કુલ પાંચ વિકેટ ઝડપતા ભારતની ધરતી પર ટેસ્ટમાં તેની કુલ 354 વિકેટ થઈ હતી. અશ્વિને 59 ટેસ્ટમાં 21.40ની સરેરાશ સાથે 351 વિકેટ ઝડપવાનો વિક્રમ સર્જયો હતો.
બીજી તરફ અનિલ કુંબલેએ 63 ટેસ્ટમાં 24.88ની સરેરાશ સાથે ટેસ્ટમાં 350 વિકેટની સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. અશ્વિને ઈંગ્લેન્ડ સામે કુલ 91 વિકેટ ઝડપીને કોઈ એક ટીમ સામે સર્વાધિક વિકેટ ઝડપવાનો વિક્રમ પણ રચ્યો હતો. અગાઉ હરભજનસિંહે ઓસ્ટ્રેલિયા સામે 14 ટેસ્ટમાં 86 વિકેટ લીધી હતી.
અશ્વિને આ સાથે જ ટેસ્ટમાં કુલ 35મી વખત પાંચ વિકેટની સિદ્ધિ મેળવીને અનિલ કુંબલેના રેકોર્ડની બરાબરી કરી હતી. રવિચંદ્રન અશ્વિને તેની 99મી ટેસ્ટમાં રમતા ઈંગ્લેન્ડના બીજા દાવમાં 51 રનમાં પાંચ વિકેટ ઝડપી હતી.
ભારતમાં ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર
♦ આર.અશ્વિન….354 ♦ અનિલ કુંબલે….350 ♦ હરભજનસિંહ….265 ♦ કપિલદેવ….219 ♦ રવિન્દ્ર જાડેજા….211