મહારાષ્ટ્રમાં મરાઠા અનામત મામલે આંદોલનકારીઓએ અંબાડ તાલુકાના તીર્થપુરી શહેરમાં છત્રપતિ શિવાજી મહારાજ ચોક ખાતે રાજ્ય પરિવહનની બસને આગ ચાંપી દીધી હતી ,
જિલ્લા મેજિસ્ટ્રેટે જિલ્લામાં કલમ 144 લાગુ કરી 10 ટકા અનામત ફગાવી ઓબીસીમાં સમાવવા આગ્રહ

મહારાષ્ટ્રમાં મરાઠા અનામત મામલે આંદોલનકારીઓએ અંબાડ તાલુકાના તીર્થપુરી શહેરમાં છત્રપતિ શિવાજી મહારાજ ચોક ખાતે રાજ્ય પરિવહનની બસને આગ ચાંપી દીધી હતી. આ પછી મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને પોલીસમાં ફરિયાદ નોંધાવી અને જાલનામાં બસ સેવા રોકી દીધી છે. બીજી તરફ, અંબાડમાં કર્ફયુ લગાવી દેવાયો છે અને હિંસાને ફેલાતી રોકવા ત્રણ જિલ્લા અંબાડ, જાલના અને સંભાજીનગરમાં નેટ બંધ કરી દેવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં મરાઠા અનામત મામલે અંબાડ તાલુકામાં હિંસા ફાટી નીકળી હતી. હિંસા દરમિયાન પ્રદર્શનકારીઓએ રાજ્ય પરિવહનની બસને આગ ચાંપી દીધી હતી. કાયદો અને વ્યવસ્થા માટે સલામતી જાળવવા માટે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા અંબડ તાલુકામાં કર્ફયુ લગાવી દેવામાં આવ્યો છે. જાલના જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રીકૃષ્ણ પંચાલે કફર્યું લાદવાનો આદેશ આપ્યો છે.
આ પછી મનોજ જારંગે પાટીલ જાલનાથી પોતાના ગામ સૈરાતી પરત ફર્યા છે. તેઓ મુંબઈ જવાના હતા, પરંતુ ગઈકાલે પોલીસે તેમને જાલના જિલ્લાની સરહદે અટકાવ્યા હતા. મનોજને કોઈક રીતે પોલીસે તેને સ્વાસ્થ્યનું કારણ દર્શાવીને અટકાવ્યા હતા. મોડીરાત્રે તે જાલના જિલ્લાના ભાંબોરી ગામમાં રોકાયા હતા.મહારાષ્ટ્રના અંબાડ અને જાલનામાં કફફ્યૂ લાદી દેવામાં આવ્યો છે.
મોડી રાત અને વહેલી સવારની વચ્ચે પોલીસે જરાંગે પાટીલના નજીકના લોકોની અટકાયત કરવાનું શરૂ કર્યું. શ્રીરામ કુરંકરની સાથે શૈલેન્દ્ર પાવર અને બાલાસાહેબ ઈંગલેની અટકાયત કરવામાં આવી છે. દરમિયાન મનોજ જરાંગે પાટીલે જાહેરાત કરી હતી કે તેઓ બપોરે 12 વાગ્યાથી ફરી મુંબઈ જવા રવાના થશે.આ પછી ગામમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
તે જ સમયે, મરાઠા આંદોલનકારીઓ પણ મોટી સંખ્યામાં આવવા લાગ્યા. જાલનામાં વધી રહેલા તણાવને જોતા જિલ્લા મેજિસ્ટ્રેટે જિલ્લામાં કલમ 144 લાગુ કરી દીધી છે. લોકો સાથે ભેગા થવા પર પ્રતિબંધ છે. જાલનામાં વધી રહેલા તણાવને જોતા જિલ્લા મેજિસ્ટ્રેટે જિલ્લામાં કલમ 144 લાગુ કરી દીધી છે. જરાંગે ફડણવીસ પર મરાઠા આરક્ષણ રોકવાનો આરોપ લગાવ્યો હતો.
મનોજ જરાંગેએ રવિવારે અંતરવાલી સરટી ગામમાં આંદોલન સંદર્ભે બેઠક બોલાવી હતી. જેમાં જરાંગે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પર ગંભીર આરોપ લગાવ્યા અને કહ્યું- દેવેન્દ્ર ફડણવીસ એકલા મરાઠા સમુદાયને આરક્ષણ મેળવવાથી રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે.