અમેરિકામાં આ વર્ષે યોજાનારી રાષ્ટ્રપતિ પદની ચુંટણી માટે રિપબ્લીકન પાર્ટીની ઉમેદવારી હાંસલ કરવામાં કોશિશમાં લાગેલી નિકકી હેલીને પ્રાઈમરી ચુંટણીમાં પ્રથમ જીત મળી છે
પુર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હરાવી દીધા છે. રાષ્ટ્રપતિ ચુંટણીની ઉમેદવારીના કેમ્પેન માટે નિકકીની આ પહેલી જીત છે.

અમેરિકામાં આ વર્ષે યોજાનારી રાષ્ટ્રપતિ પદની ચુંટણી માટે રિપબ્લીકન પાર્ટીની ઉમેદવારી હાંસલ કરવામાં કોશિશમાં લાગેલી નિકકી હેલીને પ્રાઈમરી ચુંટણીમાં પ્રથમ જીત મળી છે, આ મામલે તેણે પાર્ટીના નેતા અને પુર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પને હરાવ્યા છે.
નિકકી હેલીએ રિપબ્લીકન ઉમેદવાર ચુંટવાની પ્રક્રિયા અંતર્ગત યોજાયેલ ડિસ્ટ્રીકટ ઓફ કોલંબીયા (વોશિંગ્ટન ડીસી)ની પ્રાઈમરી ચુંટણીમાં પુર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હરાવી દીધા છે. રાષ્ટ્રપતિ ચુંટણીની ઉમેદવારીના કેમ્પેન માટે નિકકીની આ પહેલી જીત છે.
ઉલ્લેખનીય છે કે રિપબ્લીકન પાર્ટી તરફથી ઉમેદવારી માટે અત્યાર સુધી ટ્રમ્પ સૌથી મજબૂત દેખાયા છે તેમને મુખ્ય મુકાબલો નિકકી સામે જ મળ્યો છે. અત્યાર સુધી પ્રાઈમરી ચુંટણીમાં દબદબો દેખાવનાર ટ્રમ્પની જીતનો સિલસિલો રવિવારે જીતીને નિકકીએ રોકી દીધો હતો. હવે આ સપ્તાહે થનાર ‘સુપર ટયુસ ડે’ પર બધાની નજર છે. ત્યાંથી જ તેની ઉમેદવારી પર બાબતો સ્પષ્ટ થઈ જશે. ઉલ્લેખનીય છે કે નિકકી ટ્રમ્પ સામેની પ્રારંભીક હારમાં મેદાન નહોતું છોડયું.