ભારત

કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા શાઝાપુર આવી હતી , અહીં તેમણે રોડ શોમાં વડાપ્રધાન પર નિશાન સાધવા જણાવ્યું હતું કે-મોદીજી ઈચ્છે કે આપ મોબાઈલ જુઓ, જય શ્રીરામ બોલો અને ભૂખે મરી જાવ.

રાહુલની ભારત જોડો ન્યાય યાત્રાનું ઠેર ઠેર સ્વાગત થયું હતું ,

કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા શાઝાપુર આવી પહોંચી હતી. અહીં તેમણે રોડ શોમાં વડાપ્રધાન પર નિશાન સાધવા જણાવ્યું હતું કે-મોદીજી ઈચ્છે કે આપ મોબાઈલ જુઓ, જય શ્રીરામ બોલો અને ભૂખે મરી જાવ. રાહુલે વડાપ્રધાન મોદી પર આરોપ લગાવ્યો હતો કે વડાપ્રદાન મોદી જાતિવાદ અને ધર્મવાદને પ્રોત્સાહન આપીને અંદરો અંદર લડાવી રહ્યા છે.

રાહુલની ભારત જોડો ન્યાય યાત્રાનું ઠેર ઠેર સ્વાગત થયું હતું. જોકે કોંગ્રેસના નેતા રાહુલે પોતાના જ કાર્યકર્તાઓનું અભિવાદન નહોતું સ્વીકાર્યું. ન્યાય યાત્રાને કારણે ટ્રાફિક જામ થઈ જતા લોકોને પરેશાનીનો સામનો કરવો પડયો હતો.

રાહુલની ન્યાય યાત્રાની શરૂઆતમાં ભાજપના કાર્યકર્તાઓ પાર્ટીનો ઝંડો લઈને દોડી ગયા હતા અને તેમણે રાહુલનું સ્વાગત મોદી-મોદીના નારા બોલીને કયુર્ં હતું. રાહુલ પણ ગાડી પરથી ઉતરીને ભાજપના કાર્યકર્તાઓ પાસે પહોંચ્યા હતા. ભાજપના કાર્યકર્તાઓએ જય શ્રીરામના નારા લગાવ્યા હતા કારણ કે રાહુલને બટેટા આપીને તેમાંથી સોનુ બનાવી દેવાનું કહ્યું હતું.

News Click 24

Poll not found

Related Articles

Back to top button