ભારત

વ્હેલી સવારથી લાગેલી આગ એ ત્રણ થી છ માળને ઘેરી લીધી પાંચ કર્મચારીઓને બચાવાયા તપાસના આદેશ ,

આગ ભારે પવનના કારણે ઝડપથી પ્રસરી હતી અને સમગ્ર ભોપાલમાં બ્રિગેડ કોલ જાહેર કરાયો હતો.

મધ્યપ્રદેશના પાટનગર ભોપાલમાં મંત્રાલયની એક જુની બિલ્ડીંગમાં વ્હેલી સવારથી આગ લાગી હતી અને જોતજોતામાં આ આગ ત્રીજા માળેથી છેક છઠ્ઠામાળ સુધી ફેલાઈ ગઈ હતી અને આ મંત્રાલયમાં અનેક મહત્વના સરકારી દસ્તાવેજો અને ફાઈલો રાખવામાં આવે છે જે આગમાં ભસ્મીભૂત થઈ ગઈ હોવાનું માનવામાં આવે છે. આ આગ ભારે પવનના કારણે ઝડપથી પ્રસરી હતી અને સમગ્ર ભોપાલમાં બ્રિગેડ કોલ જાહેર કરાયો હતો. આ આગ સમયે ઈમારતમાં સુરક્ષા માટે અગાઉથી જ રહેલા પાંચ કર્મચારીઓને બચાવી લેવામાં આવ્યા છે. મહાશિવરાત્રીની રજાના કારણે આ ઓફિસ 38 કલાકથી બંધ હતી અને તેથી આગના કારણ અંગે હજુ સુધી કોઈ ચોકકસ માહિતી જાહેર થઈ નથી પરંતુ માનવામાં આવે છે કે શોકસર્કીટના કારણે આગ પ્રસરી હોઈ શકે છે.

લગભગ 18 કલાક પછી પણ આગ કાબુમાં આવી નથી અને દુર દુર સુધી આગની જવાળાઓ દેખાઈ રહી છે અને હવે આ આગ બુઝાવવા માટે સેનાની મદદ લેવામાં આવી છે. મુખ્યમંત્રીએ આ આગની તપાસના આદેશ આપ્યા છે. ત્રીજા માળની આગ કાબુમાં લીધા બાદ ચોથા અને પાંચમા માળે હજુ પણ આગ વિકરાળ બની રહી છે.

 

News Click 24

[democracy -id="2"]

Related Articles

Back to top button