ભારત
ગુજરાતના પુર્વ રાજયપાલ બેનીવાલના પુત્રએ પણ કોંગ્રેસ છોડી ,
2018માં તેઓને કોંગ્રેસ પક્ષે ટિકીટ નહી આપતા શાહપુરાથી અપક્ષ લડીને જીત્યા હતા. જો કે તેઓએ બાદમાં ગેહલોટની સાથે જ રહ્યા હતા પણ હવે તેઓ ભાજપમાં જોડાશે.
એક બાદ એક રાજયમાં કોંગ્રેસના અનેક નેતાઓ પક્ષ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે તે સમયે કાલે રાજસ્થાન કોંગ્રેસમાં મોટો કડાકો થશે. રાજયના પુર્વ કૃષિમંત્રી લાલચંદ કટારીયા, પુર્વ ગૃહ રાજયમંત્રી રાજેન્દ્ર યાદવ પુર્વ ધારાસભ્ય રીછપાલ મિર્ધા, વિજય રાજપાલ મિર્ધા, ખિલાડીલાલ બૈરવા, આનંદ બેનીવાલ તથા રામપાલ શર્મા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે.
ગેહલોટ સરકારમાં આ તમામ કદાવર ગણાતા હતા. ચૂંટણી સમયે રાજેન્દ્ર યાદવ પર આવકવેરાના દરોડા પણ પડયા હતા. તે સમયે તેઓ ઝુકશે નહી અને ભાજપમાં જોડાશે નહી તેવી ગુલબાંગ ફુકી હતી. આલોક બેનીવાલએ ગુજરાતના પુર્વ રાજયપાલ કમલા બેનીવાલના પુત્ર છે.
2018માં તેઓને કોંગ્રેસ પક્ષે ટિકીટ નહી આપતા શાહપુરાથી અપક્ષ લડીને જીત્યા હતા. જો કે તેઓએ બાદમાં ગેહલોટની સાથે જ રહ્યા હતા પણ હવે તેઓ ભાજપમાં જોડાશે.
Poll not found