ગુજરાત

રાજ્યમાં 1લી એપ્રિલથી દસ્તવેજ નોંધણીના નિયમમાં ફેરફાર થવા જઈ રહ્યા છે ,

અત્યાર સુધી દસ્તાવેજ નોંધણી સમયે દસ્તાવેજ જેના નામને હોય તેની આંગળની છાપ, તેમજ નોંધણી અર્થે રજૂ થતા સ્થાવર મિલકતની તબદિલીના લેખ સંબંધમાં દરેક લખી આપનાર અને લખાવી લેનારની અંગુઠાની છાપ તથા પાસપોર્ટ સાઇઝના ફોટા લગાડવામાં આવતો હતો.

રાજ્યમાં 1લી એપ્રિલથી દસ્તવેજ નોંધણીના નિયમમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. પરિપત્ર નોંધણી સર નિરીક્ષક અને સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સની કચેરી દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જે અનુસાર દસ્તાવેજ તૈયાર કરનારનું નામ, સરનામું, વ્યવસાય અને મોબાઇલ નંબર આપવા ફરજિયાત દર્શાવાયું છે. અત્યાર સુધી દસ્તાવેજ નોંધણી સમયે દસ્તાવેજ જેના નામને હોય તેની આંગળની છાપ, તેમજ નોંધણી અર્થે રજૂ થતા સ્થાવર મિલકતની તબદિલીના લેખ સંબંધમાં દરેક લખી આપનાર અને લખાવી લેનારની અંગુઠાની છાપ તથા પાસપોર્ટ  સાઇઝના ફોટા લગાડવામાં આવતો હતો. હવે આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

નવા પરિપત્ર અનુસાર અત્યાર સુધી દસ્તાવેજ તૈયાર કરનારનું નામ, સરનામું, વ્યવસાય અને મોબાઇલ નંબરની નોંધણી કરવામાં આવતી ન હતી પરંતુ 1લી એપ્રિલથી આ તમામ વિગતો આપવી પડશે. આ સાથે એક ફોર્મનું ફોર્મેટ તૈયાર કરવામાં આવ્યું છે જેના આધારે સમગ્ર વિગતો ભરવા તાકીદ કરવામાં આવી છે.

આ પરિપત્રની નકલ સમગ્ર રાજ્યના સબ રજિસ્ટ્રાર કચેરીઓને પહોંચાડી દેવામાં આવી છે અને 1લી એપ્રિલથી ફરજિયાત આ નિયમનો અમલ કરવા માટે જણાવ્યું છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button