બ્રેકીંગ ન્યુઝ

ગુજરાત સહિત 6 રાજયોના ગૃહ સચિવોને હોદ્દા પરથી દૂર કરતું ચુંટણીપંચ ,

હવે નવી નિયુક્તિ માટે ત્રણ નામોની પેનલ પંચને મોકલશે રાજય સરકાર: ગુજરાતના ગૃહસચિવ પંકજકુમારને પણ નવા સ્થાને મુકાશે

લોકસભા ચૂંટણીની શરૂઆતત બાદના એક સૌથી મોટા એકશનમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવકુમારે એક આકરા આદેશમાં ગુજરાત સહિત છ રાજયોના ગૃહ સચીવોને તેમના હોદા પરથી દુર કરવા આદેશ આપ્યો હતો તો પ.બંગાળના પોલીસ વડા તથા મુખ્યમંત્રી કાર્યાલયના ઉચ્ચ અધિકારીઓ અને મુંબઈ મહાપાલિકાના કમિશ્નરને પણ દુર કરવા આદેશ આપ્યા છે.

ચુંટણીપંચ દ્વારા તેના અગાઉના આદેશમાં જે અધિકારીઓ એક જ હોદા પર ત્રણ વર્ષ કે તેથી વધુ ત્રણ વર્ષની હોય અને જેઓ પોતાના વતન જીલ્લામાં ફરજ બજાવતા હોય તેવા અધિકારીઓને તેમના હોદા પરથી દુર કરવા તા.31 જાન્યુ. 2024ની ડેડલાઈન આપી હતી તેમાં પણ ગુજરાતમાં આઈપીએલ અધિકારીઓ આ ‘કેટેગરી’ આવતા હોવા છતાં તેઓને દુર કરાયા ન હતા. જેમાં પાલન નહી થતા તથા અન્ય કારણોસર ગુજરાતના ગૃહ સચીવ પંકજ જોષી ઉપરાંત ઉતરપ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને ઉતરાખંડના ગૃહ સચીવોને તેમના હોદા પરથી હટાવ્યા છે.

આ ઉપરાંત પ.બંગાળના પોલીસ વડાને પણ હોદા પરથી દુર કરાયા છે. જયારે મુંબઈ મહાપાલિકાના કમિશ્ર્નર ઈકબાલ સિંઘ તથા એડી. કમિશ્નરને પણ હોદા પરથી દુર કરાયા છે. આજે બપોરે ચુંટણી કમિશ્નર શ્રી રાજીવકુમારના અધ્યક્ષ પદ હેઠળ ચુંટણી કમિશ્નર સુખબીરસિંઘ સંધુ અને ચુંટણી કમિશ્નર જ્ઞાનેશકુમારની બેઠક મળી હતી તેમાં આ નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત મીઝોરામ અને હિમાચલપ્રદેશના સામાન્ય વહીવટ વિભાગના એડી. સચીવોને પણ હોદા પરથી દુર કર્યા છે.

હવે આ તમામ પદો પર રાજય સકાર ત્રણ નામોની પેનલ ચુંટણી પંચને પાઠવશે તથા તેનાથી ચુંટણીપંચ નવી નિયુક્તિ કરશે. અગાઉ પણ ચુંટણી પંચે તેની સૂચના મુજબના અધિકારીઓની બદલી કરવા જે તે રાજયના મુખ્ય સચીવોને સૂચના આપી હતી પણ તેનો અમલ નહી થતા અથવા તો મૌખિક અમલ થતા આ નિર્ણય લેવાયો છે.

કયા કયા રાજયોમાં પંચનું એકશન
► ગુજરાત, પ.બંગાળ, ઉતરપ્રદેશ, હિમાચલ, ઉતરાખંડ, બિહાર તથા ઝારખંડ
► મિઝોરામ, હિમાચલપ્રદેશના વહીવટી ખાતાના મુખ્ય સચિવોને પણ હોદા પરથી દુર કરાયા

News Click 24

Poll not found

Related Articles

Back to top button