ગુજરાતના હવામાન અને આવનારા દિવસોમાં દરિયામાં થનારી મોટી હલચલ , પરેશ ગોસ્વામીએ આવનાર 2 થી 4 દિવસમાં વાવાઝોડું સર્જાવવાની આગાહી કરી છે.
ગુજરાતમાં વિનાશ નહિવત, પણ ખુશીના સમાચાર લાવશે
ગુજરાતના હવામાન અને આવનારા દિવસોમાં દરિયામાં થનારી મોટી હલચલ વિશે હવામાન નિષ્ણાત દ્વારા આગાહી વ્યક્ત કરવાામાં આવી છે. પરેશ ગોસ્વામીએ આવનાર 2 થી 4 દિવસમાં વાવાઝોડું સર્જાવવાની આગાહી કરી છે. તેમણે પોતાના યુ-ટ્યુબ વીડિયોમાં સંપૂર્ણ માહિતી આપતાં જણાવ્યું કે, હવે આપણે અલનીનોની સ્થિતિમાંથી મુક્ત થઇ રહ્યા છીએ. એક વાવાઝોડું પ્રશાંત મહાસાગર તરફ થઇ હિંદ મહાસાગરમાંથી પસાર થવાની શક્યતા છે. જેના કારણે રાજ્યનો ઉનાળો અને અવાનારું ચોમાસું સારા જાય તેવા સંકેતો આપી રહ્યા છે.
તેમણે જણાવ્યું કે, આપણે ઓગસ્ટ 2023થી અલનીનોની અસરમાંથી પસાર થઇ રહ્યા છે. જેના કારણે વરસાદ અનિયમિત જોવા મળ્યો હતો. ખાસ કરીને, આ વર્ષે શિયાળામાં ઠંડી ની અસર સામાન્ય કરતાં ઓછી જોવા મળી હતી. દરિયાઇ તાપમાન અનબેલેન્સ થાય તે અલનીનો જોવા મળી રહ્યા છે. જેમાં ખાસ કરીને પ્રશાંત મહાસાગર ઓસ્ટ્રેલિયાથી ઉત્તર પશ્ચિમના જે ભાગો છે એના અમુક ભાગોની અંદર તાપમાનમાં અનબેલેન્સ થાય તેના કારણે અલનીનોની સ્થિતિ ઉદભવતી હોય છે.
18 માર્ચથી 20 માર્ચ દરમિયાન એક સાયક્લોન સર્જાવાની શક્યતા છે. આ સાયક્લોન પ્રશાંત મહાસાગરના પશ્ચિમ દક્ષિણ ભાગોમાં કહી શકાય અથવા તો ઓસ્ટ્રેલિયાથી ઉત્તર પશ્ચિમના ભાગોમાં કહી શકાય, ચીનથી ઘણા બધા દક્ષિણ પશ્ચિમ ભાગોમાં કહી શકાય, આ ભાગોમાં એક સાયક્લોન બનવાની શક્યતા છે.
આ સાયક્લોન હિંદ મહાસાગર તરફ આગળ વધે તેવી શક્યતા છે. દક્ષિણ-પશ્ચિમ તરફ આ સાયક્લોન આગળ વધશે. જોકે, ભારત અને તેના પાડોશી દેશને આ સાયક્લોનની અસર થવાની શક્યતા નહિવત્ દેખાઈ રહી છે. એટલ માટે કોઈએ સાયક્લોનની ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ તેના કારણે પ્રશાંત મહાસાગર અને હિંદ મહાસાગરના તાપમાનમાં ઘણો ફેરફાર જોવા મળશે. તાપમાન રાબેતા મુજબ જોવા મળશે.
આવનારા 2 થી 4 દિવસ દરમિયાન જે વાવાઝોડું સર્જાવવાનું છે, તે દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે. એટલે પ્રશાંત મહાસાગર અને હિંદ મહાસાગરનો તાપમાન રાબેતા મુજબ થાય તેવા સંકેતો જોવાઈ રહ્યા છે. જેના કારણે આપણો આવનારો ઉનાળો સારો રહેવાની શક્યતા છે. સાથે ચોમાસું પણ સારું રહેવાના સંકેતો પણ મળી રહ્યા છે. આ વાવાઝોડાથી ભારતનો દરિયો સારા ચોમાસા માટે તૈયાર થશે. જ્યારે ઉનાળા દરમિયાન દરિયામાં જે ચોમાસાની પ્રક્રિયા ચાલુ થતી હોય છે, તે સાનુકૂળ પરિસ્થિતિમાં જોવા મળશે તેવી શક્યતા છે.
18 માર્ચથી 20 માર્ચ દરમિયાન એક સાયક્લોન સર્જાવાની શક્યતા છે. આ સાયક્લોન પ્રશાંત મહાસાગરના પશ્ચિમ દક્ષિણ ભાગોમાં કહી શકાય અથવા તો ઓસ્ટ્રેલિયાથી ઉત્તર પશ્ચિમના ભાગોમાં કહી શકાય, ચીનથી ઘણા બધા દક્ષિણ પશ્ચિમ ભાગોમાં કહી શકાય, આ ભાગોમાં એક સાયક્લોન બનવાની શક્યતા છે.



