તા.23થી 31 માર્ચની આગાહી ગુજરાતમાં કેટલાક ભાગોમાં 40 ડીગ્રીથી પણ ઉંચુ રહેવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલે કરી છે.
આગાહીના સમયગાળામાં પવન પશ્ચિમી રહેતા તથા સવારના ભેજ વધુ રહેવાના કારણોસર કચ્છ તથા પશ્ર્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અનેકવાર ઝાકળવર્ષા થવાની સંભાવના છે.
ગુજરાતમાં આકરો તાપ વરસવા સાથે તાપમાન ઉંચકાયું છે ત્યારે 31 માર્ચ સુધી તાપમાન 38 થી 40 ડીગ્રીની રેન્જમાં ઉંચુ જ રહેવાની તથા સોમથી ગુરુવાર દરમ્યાન કેટલાક ભાગોમાં 40 ડીગ્રીથી પણ ઉંચુ રહેવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલે કરી છે. તેઓએ આજે વાતચીતમાં કહ્યું કે, ગત આગાહીમાં સુચવ્યા મુજબ છેલ્લા 3-4 દિવસમાં તાપમાન 38 થી 40 ડીગ્રીની રેન્જમાં આવી ગયું હતું. રાજકોટ, અમરેલીમાં 40 ડીગ્રીને પણ વટાવી ગયું હતું. ગઇકાલે અમદાવાદમાં 38.9, અમરેલીમાં 39.8, ડીસામાં 37.8, વડોદરામાં 38.6, ભુજમાં 38.5 ડીગ્રી હતું તે નોર્મલ કરતા બે ડીગ્રી વધુ હતું. રાજકોટમાં 39.5 ડીગ્રી નોંધાયું હતું તે નોર્મલ કરતાં ત્રણ ડીગ્રી વધુ હતું.
તા.23થી 31 માર્ચની આગાહી કરતા તેઓએ કહ્યું કે, આ દરમિયાન પવન પશ્ચિમ ઉત્તર-પશ્ચિમના રહેશે અને તેની ગતિ 10 થી 15 કિ.મી.ની જોવા મળશે. જો કે સૂર્યાસ્ત બાદ રાત્રિ દરમિયાન ઝાટકાના પવન 25 થી 30 કિ.મી.ના ફુંકાવાની સંભાવના છે. તા.24મીએ હુતાસણીના પવન ખંભાતના અખાત હેઠળના ભાગોમાં દક્ષિણ-પશ્ચિમના રહેશે જ્યારે અન્યત્ર પશ્ર્ચિમ-ઉત્તર પશ્ચિમના ફુંકાશે.
આગાહીના સમયગાળામાં પવન પશ્ચિમી રહેતા તથા સવારના ભેજ વધુ રહેવાના કારણોસર કચ્છ તથા પશ્ર્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અનેકવાર ઝાકળવર્ષા થવાની સંભાવના છે. તા.27 થી 31 માર્ચના સમયગાળામાં આકરા તાપમાનનો દોર યથાવત રહેવાની સંભાવના દર્શાવતા તેઓએ કહ્યું કે, મહતમ તાપમાન 38 થી 40 ડીગ્રીની રેન્જમાં રહેવાની સંભાવના છે.
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં નોર્મલ તાપમાન 37 ડીગ્રી નોંધાયું છે. ખાસ કરીને તા.25 થી 28 તાપમાન ઉંચું રહેશે અને અમુક સેન્ટરોમાં 40 ડીગ્રીને પણ પાર થઇ જવાની સંભાવના છે.



