ગુજરાત

ગુજરાતના રાજકારણમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM એ પણ એન્ટ્રી કરી છે. ગુજરાતની 26 બેઠકમાંથી ઓવૈસીની પાર્ટી AIMIM એ બે સીટો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે

ઓવૈસીની પાર્ટી ભરૂચ અને ગાંધીનગર લોકસભા સીટ પર મેદાનમાં ઉતરશે

દેશમાં સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી થવાની છે. 26 સીટો પર મતદાન  7 મે ના રોજ યોજાશે. ભાજપે તમામ 26 ઉમેદવારોના નામ પર મહોર લાગવી દીધી છે. બીજી તરફ આ વખતે ગુજરાતમાં આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું છે માટે 24 બેઠક પર કોંગ્રેસ લડશે અને 2 સીટો પર આપના ઉમેદવારો મેદાને ઉતર્યા છે. એવામાં ગુજરાતના રાજકારણમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM એ પણ એન્ટ્રી કરી છે.

ગુજરાતની 26 બેઠકમાંથી ઓવૈસીની પાર્ટી AIMIM એ બે સીટો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ઓવૈસીની પાર્ટી ભરૂચ અને ગાંધીનગર લોકસભા સીટ પર મેદાનમાં ઉતરશે. ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બાદ ચૂંટણી જંગમાં  વધુ એક પાર્ટી જંગમાં ઉતરી છે.

ગાંધીનગર બેઠકની વાત કરવામાં આવે તો ગૃહમંત્રી અમિત શાહ ચૂંટણી લડવાના છે અને તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર તરીકે સોનલ પટેલને ટિકિટ આપી છે હવે આ બેઠક પર વધુ એક પાર્ટીએ ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી છે. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી મેદાને આવવાથી અહીં ત્રિકોણીય જંગ જોવા મળી શકે છે.  ગુજરાતની ખૂબ જ ચર્ચિત  બેઠક એટલે ભરૂચ કે જ્યાં ભાજપે સાતમી વખત મનસુખ વસાવાને ટિકિટ આપી છે તો બીજી બાજુ કોંગ્રેસ સાથે ગઠબંધનમાં આમ આદમી પાર્ટી ચૈતર વસાવાને મેદાનમાં ઉતાર્યો છે.  હવે આ સીટ પર એઆઈએમઆઈએમની એન્ટ્રી થતાં અહીં ત્રિકોણીય જંગ જામી શકે છે.

 

News Click 24

Poll not found

Related Articles

Back to top button