ગુજરાત

ધ્રાંગધ્રામાં મહિલા કોન્સ્ટેબલે અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી છે. મહિલા કોન્સ્ટેબલે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું ,

મહિલા પોલીસકર્મીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આપઘાતના કારણોની તપાસ શરૂ કરી છે.

ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રીટાબેન ડાભી કોન્સ્ટેબલ તરીકે ફરજ બતાવતા હતા . મહિલા પોલીસકર્મીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આપઘાતના કારણોની તપાસ શરૂ કરી છે. આત્મહત્યાને લઈને પોલીસ બેડામાં ઘેરા શોકની લાગણી છવાઈ છે. જિલ્લા પોલીસવડાએ ઘટનાની સઘન તપાસના આદેશ આપ્યા છે.  પોલીસ વુમને ગળેફાસો ખાઈ લેતા ડેડ બોડીને ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં પી.એમ માટે મોકલવામાં આવી હતી.આ મામલે પોલીસ દ્વારા સ્યુસાઈડ નોટ લખી છે કે નહી તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

ડીવાયએસપીએ જણાવ્યુ હતુ કે ગઇકાલે સાંજે રીટાબેન ડાભી જે કોન્સ્ટેબલ તરીકે ફરજ બતાવે છે તેમણે પોતાના ઘરે જ અગમ્ય્ કારણોસર ગળે ફાંસો ખાઇ આપધાત કર્યો છે. તેમને હોસ્પીટલ ખસેડાયા પરંતુ તબીબે મૃત જાહેર કર્યા છે. સ્યુસાઇડ નોટ કે એવું કાંઇ મળ્યુ નથી. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રાજ્યના પોલીસ બેડામાં મહિલા પોલીસકર્મીઓની વધતી આત્મહત્યાઓ ચિંતાનો વિષય બન્યો છે, અમદાવાદમાં 29 ફેબ્રુઆરીએ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ લલિતા પરમારે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જે અંગે તપાસ કરતા મહિલા કોન્સ્ટેબલે પ્રેમીના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હવે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલે આપઘાતનું પગલું ભર્યુ છે. રીટાબેન એમ.ડાભીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. થોડા સમય અગાઉ સુરત શહેરના સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલે પણ પોતાના જ ઘરમાં ગળામાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. શરૂઆતમાં તો પોલીસને પણ મહિલા કોન્સ્ટેબલના આપઘાત પાછળનું કારણ જાણી શકાયું ન હતું, પરંતુ પોલીસ તપાસ આગળ વધતાં સામે આવ્યું કે આત્મહત્યા કરનાર મહિલા કોન્સ્ટેબલ તેના સાથી પોલીસ કોન્સ્ટેબલ સાથે પ્રેમમાં હતા. બેવફાઈની આશંકા થતાં તેણે આપઘાત કર્યો હતો.

News Click 24

[democracy -id="2"]

Related Articles

Back to top button