જાણવા જેવું

2019ની ચુંટણીમાં ભાજપ કરતા કોંગ્રેસને અર્ધા મત જ મળ્યા હતા ,

પ્રથમવાર ભાજપના જાહેર ઉમેદવારો સામે ભારે ઉગ્ર વિરોધ છે. ભાજપને વડોદરા અને સુરેન્દ્રનગરના તો ઉમેદવારો બદલવાની ફરજ પડી છે, પરંતુ હજુ પણ ભાજપમાં બધુ જ સમુ-સુતરૂં નથી

ગુજરાતમાં લોકસભાની કુલ 26 બેઠકો માટે 7મી મેના રોજ ચુંટણી યોજાવાની છે. હાલની સ્થિતિએ તો ભાજપ-કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગી, નામોની જાહેરાત અને તેની સામે પણ વિરોધ-વંટોળ ચાલી રહ્યો છે. ગત 2014 અને 2019ની ચુંટણીમાં ભાજપને રાજયની તમામ 26 બેઠકો પર જીત મળી હતી. જેનું કારણ રાજયના મતદારોનો સ્પષ્ટ મત હતો. 2014માં નરેન્દ્ર મોદી પ્રથમવાર વડાપ્રધાન પદના ઉમેદવાર બન્યા હતા અને 2019માં પુલવામાં જેવી ઘટનાને લીધે લોકોમાં ઉગ્ર રોષ અને દેશદાઝની ભાવના પ્રબળ હતી. પરિણામે, મોટા રાજકીય પક્ષે તો ઠીક, પરંતુ અન્ય પક્ષોના ધુરંધર ઉમેદવારો પણ મતદારોની એક મતની આંધીમાં ઉડી ગયા હતા. આ વખતે સ્થિતિ જરૂર બદલાઈ છે.

આ વખતે પ્રથમવાર ભાજપના જાહેર ઉમેદવારો સામે ભારે ઉગ્ર વિરોધ છે. ભાજપને વડોદરા અને સુરેન્દ્રનગરના તો ઉમેદવારો બદલવાની ફરજ પડી છે, પરંતુ હજુ પણ ભાજપમાં બધુ જ સમુ-સુતરૂં નથી.

ગત 2019ની ચૂંટણીમાં કુલ 4,51,52,373 મતદારો પૈકી 64.51 ટકા અર્થાત 2,91,28,362 મતદારોએ વોટિંગ કર્યું હતું. 2019માં રાજયની કુલ 26 બેઠકો માટે કુલ 371 ઉમેદવારો ચુંટણી મેદાનમાં હતા. જેમાંથી 319 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ હતી. 2019ની ચુંટણીમાં ભાજપને 62.63 ટકા એટલે કે ઈવીએમમાં 1,80,02,254 અને પોસ્ટલ વોટ 89,021 મળીને કુલ 1,80,91,275 વોટ મળ્યા હતા.

એમ કહી શકાય કે, ગુજરાતમાં મતદારોની એક તરફી આંધી જ હતી. રાજયની કુલ 26 બેઠકોમાંથી ભાજપને સૌથી વધુ 74.47 ટકા વોટ સુરત અને નવસારી બેઠક પર 74.37 ટકા વોટ મળ્યા હતા. વડોદરાની બેઠક પર 72.30 વોટ મળ્યા હતા. આમ છતાં (1) પાટણ (2) સાબરકાંઠા (3) સુરેન્દ્રનગર (4) પોરબંદર (5) જામનગર (6) જુનાગઢ (7) અમરેલી (8) આણંદ (9) દાહોદ (10) ભરૂચ અને (11) બારડોલી જેવી બેઠકો પર 60થી ઓછા વોટ મળ્યા હતા.

અર્થાત રાજયની અન્ય બેઠકોની સરખામણીમાં 11 બેઠકો પર ભાજપને 50 ટકાથી 59 ટકા જેટલા વોટ મળ્યા હતા. બાકીની 14 બેઠકો પર ભાજપને 60થી69 ટકા જેટલા વોટ પ્રાપ્ત થયાં હતા.

2019ની ચૂંટણીમાં કોંગ્રેસને કુલ 93,37,084 વોટ અર્થાત કુલ મતદાનના 32.22 ટકા વોટ મળ્યાં હતા. જેમાંથી કોંગ્રેસને સૌથી વધુ 40.84 ટકા વોટ દાહોદ બેઠકથી અને સૌથી ઓછા 21.64 ટકા વોટ નવસારી બેઠક પર મળ્યાં હતાં. 2019ની ચુંટણીમાં કોંગ્રેસને (1) બનાસકાંઠા (2) ગાંધીનગર (3) અમદાવાદ પૂર્વ (4) પંચમહાલ (5) વડોદરા (6) ભરૂચ (7) સુરત અને (8) નવસારી બેઠક પરથી 20થી29 ટકા વોટ મળ્યા હતા.

બાકીની 17 બેઠકો પર કોંગ્રેસને 30થી39 ટકા વોટ પ્રાપ્ત થયાં હતા. ગત ચૂંટણીમાં ઉડીને આંખે વળગે તેવી ખાસ બાબત એ હતી કે, 197 અપક્ષ ઉમેદવારો ચુંટણી લડયા હતા. જેમણે કુલ 6,26,629 એટલે કે કુલ મતદાનમાંથી 2.15 ટકા વોટ મળ્યાં હતા.

પરંતુ તેમાંથી અપક્ષોને (1) બનાસકાંઠાની બેંક પરથી 7.40 ટકા વોટ, (2) સાબરકાંઠાથી 4.60 ટકા, (3) સુરેન્દ્રનગરથી 5.44 ટકા, (4) જામનગરમાં 4.75 ટકા, (5) પોરબંદરમાં 3.35 ટકા, (6) ભરૂચમાં 4.06 ટકા, (7) અમરેલીમાં 2.26 ટકા વોટ મળ્યાં હતા. ગત ચૂંટણીમાં એનઓટીએ ને પણ 4,00,933 વોટ અર્થાત 1.38 ટકા વોટ પ્રાપ્ત થયાં હતા.

News Click 24

Poll not found

Related Articles

Back to top button