બ્રેકીંગ ન્યુઝ
પાકિસ્તાન સ્થિત વિદ્રોહી સુન્ની બલુચ જૈશ અલ અદલ જૂથનો હુમલો: ઈરાન ફરી પાક. પર એર સ્ટ્રાઈક કરશે
ઈરાનના આંતરિક મામલાના ઉપમંત્રી માજિદ મિરહમાદીએ આજે સવારે જણાવ્યું હતું કે, ઈરાનના બોર્ડર ગાર્ડસ સંબંધીત ચાબહારમાં કાનૂન પ્રવર્તન મુખ્યાલય અને રસ્કમાં રિવોલ્યુશનરી ગાર્ડસના બેઝને નિશાન બનાવવામાં આવ્યા હતા.
ઈરાનના ચાબહાર સહિત ત્રણ વિસ્તારો રસ્ક અને સરબાઝમાં વિદ્રોહી બલુચ સમુહ જૈશ અલ અદલે આતંકી હુમલો કર્યો હતો જેમાં ત્રણ સુરક્ષા કર્મીઓ સહિત 10 લોકોના મોત નિપજયા હતા.
ઈરાનના આંતરિક મામલાના ઉપમંત્રી માજિદ મિરહમાદીએ આજે સવારે જણાવ્યું હતું કે, ઈરાનના બોર્ડર ગાર્ડસ સંબંધીત ચાબહારમાં કાનૂન પ્રવર્તન મુખ્યાલય અને રસ્કમાં રિવોલ્યુશનરી ગાર્ડસના બેઝને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ બન્ને વિસ્તાર અશાંત સિસ્તાનુ અને બલુચિસ્તાન પ્રાંતમાં છે.
તેમણે જણાવ્યું હતું કે ચાબહારમાં એક આતંકી માર્યો ગયો છે જયારે અન્ય આતંકી ઘાયલ થયા છે આજે પણ અથડામણ ચાલુ છે.
જૈશ અલ અદલના હુમલાથી પરેશાન ઈરાને જાન્યુઆરીમાં પાકિસ્તાનમાં તેના ઠેકાણાઓ પર મિસાઈલ ફેંકી હતી. એર સ્ટ્રાઈકથી પાકિસ્તાન અને ઈરાન વચ્ચે તનાવ વધી ગયો હતો. એકસપર્ટનું માનવું છે કે આ આતંકી હુમલાનો ઈરાન જોરદાર જવાબ આપશે.
Poll not found



