ગુજરાત

” હું રૂપાલાને સમર્થન કરૂ છું ” , રાજકોટમાં પાટીદારો રૂપાલાના સમર્થનમાં પોસ્ટરો લાગ્યા ,

પાટીદારોની સાંજે મીટીંગ બોલાવાઇ સંગઠનો કે આગેવાનોના નામ વિશે મૌન બેઠક સ્થળ-આયોજકો વિશે ગુપ્તતા

વિવાદાસ્પદ વિધાનોને કારણે ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો કરી રહેલા રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાની પડખે પાટીદાર સમાજ ચડ્યો છે. ‘રૂપાલાને સમર્થન’ અને ‘અબકી બાર, 400 કે પાર’ના સંદેશ સાથે સોશ્યલ મીડીયામાં પોસ્ટનો મારો શરુ થયો છે અને રાજકોટમાં બેઠક બોલાવવામાં આવી છે. જો કે, કોઇ પાટીદાર સંગઠનો કે નેતા-આગેવાનોના તેમાં ક્યાંય નથી અથવા તેઓ બહાર આવ્યા નથી સહી ઝુંબેશ બાદ આ નવું અભિયાન સૂચક છે.

ક્ષત્રિય સમાજ વિરુધ્ધના ઉચ્ચારણો બદલ પરસોતમ રૂપાલાની ટીકીટ રદ કરવાની માંગ પર ક્ષત્રિય સમાજ અડગ છે અને આજે સાંજ સુધીમાં નિર્ણય લેવા ભાજપને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. બે-બે વખત પરસોતમ રૂપાલાએ માફી માંગી હોવા છતાં પ્રશ્ન પુરો થતો ન હોવાથી પાટીદાર સમાજ તેમની તરફેણમાં મેદાને પડ્યો છે. શાપરમાં પાટીદાર આગેવાનના કારખાનામાં સાંજની બેઠકનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો. જો કે, બેઠકના સમય-સ્થળ તથા તેમાં સંગઠન કે આગેવાનોની હાજરી વિશે મૌન સેવવામાં આવી રહ્યું છે.

દરમ્યાન રાજકોટ યુથ કલબના બેનાર હેઠળ પણ રૂપાલાના સમર્થનમાં મીટીંગોનો દોર શરુ થયો છે. યુથ કલબના અધ્યક્ષ જીજ્ઞેશ કાલાવડિયાએ જણાવ્યું હતું કે અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં 200થી વધુ સોસાયટી તથા ફલેટ ઓનર્સ એસો.ની બેઠક યોજાઇ હતી તેમાં પરસોતમ રુપાલાને સમર્થન આપવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું. કલબ તમામ સમજાનું પ્રતિનિધિત્વ કરે છે.

તેઓએ ઉમેર્યું કે આ વિસ્તારમાં રૂપાલાના સમર્થનમાં 200થી વધુ પોસ્ટર, બેનર અને હોર્ડિંગ લગાવવામાં આવ્યું છે. ઉપરાંત તૂર્તમાં 10,000થી વધુ લોકોની સભા પણ યોજવામાં આવશે. બીજી તરફ પાટીદાર યુવાનો લોકોનો સોશ્યલ મીડીયામાં ‘આઇ સપોર્ટ રૂપાલા’નો ટ્રેન્ડ પણ શરુ થયો છે. કિશન ટીલાળાથી માંઢીને જુદા જુદા યુવા આગેવાનો દ્વારા ‘રૂપાલાને સમર્થન કરું છું અને અબકી બાર 400 કે પાર’ના વીડીયો સંદેશા વાઇરલ કરવામાં આવ્યા છે.

રૂપાલાના સમર્થનમાં ઝુંબેશમાં ખોડલધામ, ઉમિયાધામ કે અન્ય કોઇ સંગઠનો મેદાને આવ્યા નથી કે તેના આગેવાનો પણ કોઇ કાર્યક્રમ વિશે અજાણ હોવાનો દાવો કરી રહ્યા છે. ત્યારે સાંજની કથિત મીટીંગ વિશે પણ અનેકવિધ સવાલો ઉઠવા લાગ્યા છે. બેઠકના આયોજકો કે આયોજન સ્થળ સહિતના મુદ્દે ગુપ્તતા જ રાખવામાં આવી રહી છે.

રાજકોટના ઉમેદવાર પરસોતમ રૂપાલાના વિવાદમાં ભાજપના કથિત કાઉન્ટર એટેકમાં મતદારોને મોદીને ધ્યાને રાખીને મત આપવાની સાથોસાથ સહી ઝુંબેશ પણ ચલાવવામાં આવી જ રહી છે જ્યારે આજથી પાટીદારોની મીટીંગ-સોશ્યલ મીડીયા અભિયાન સૂચક ગણાય છે.

રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોતમભાઇ રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિય સમાજને દરેક સમાજ, રાજય અને દેશહિતમાં માફી આપવાની વિનંતી સાથેની અપીલ આપા ગીગાના ઓટલાના મહંત નરેન્દ્રબાપુએ કરી છે. પરસોતમભાઇને માફી આપીને દેશ માટે રાજપાટ સમર્પિત કરનાર ક્ષત્રિય સમાજ મોટુ મન દાખવે તેવી લાગણી તેઓએ વ્યકત કરી છે.

દેશમાં રામમંદિર નિર્માણ સાથે હિન્દુઓની એકતા વધુ તાકાતવર બની છે. સનાતન ધર્મનો સૌ સ્વીકાર કરી રહ્યા છે. સમગ્ર હિન્દુ સમાજ વધુ સંગઠિત બન્યો છે અને પરસોતમભાઇએ ક્ષત્રિય સહિતના સમાજના આદરણીય એવા ગધેથડ આશ્રમના મહંત લાલબાપુની હાજરીમાં પણ ખેદ વ્યકત કર્યો છે ત્યારે ક્ષત્રિય સમાજ અને ભારતીય જનતા પક્ષ વચ્ચેના દાયકાઓ જુના સંબંધો પણ તેઓએ વાગોળ્યા છે.

આજે નરેન્દ્રભાઇ સોલંકીએ એક જાહેર નિવેદનમાં જણાવ્યું હતું કે પરસોતમભાઇને ક્ષત્રિય સમાજે માફી આપવી જોઇએ. પ6ર રજવાડાએ પોતાના રાજપાટ દેશને સમર્પિત કર્યા હતા અને વધુ એક વખત આ વિવાદમાં ક્ષમા આપવા ની જરૂરીયાત છે. દેશ અને સમાજ માટે તેઓને માફી આપી ભાજપ અને ક્ષત્રિય સમાજ એકબીજાના પૂરક છે તે દાખલો આપવાની જરૂર છે. પરસોતમભાઇએ ત્રણ વાર માફી માંગી છે ત્યારે ઘીના ઠામમાં ઘી પડી જશે તેવો વિશ્વાસ છે.

રાજકોટ-10 લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોતમભાઇએ પોતાનાથી 40 વર્ષમાં પહેલી વખત ભુલથી આવી ભુલ થઇ ગયાનું નૈતિકતાથી કબુલ કર્યુ છે. પરસોતમભાઇને ટીકીટ આપવાનો નિર્ણય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, અમિતભાઇ શાહ અને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડનો છે. પ્રધાનમંત્રીના નિર્ણય દેશહિત અને સમાજહિત માટે હોય છે. ભુતકાળમાં પ6ર રાજાએ અખંડ ભારત માટે તેમના રાજપાટનો ત્યાગ કર્યો હતો. મહારાણા પ્રતાપ, પૃથ્વીરાજ ચૌહાણ, શિવાજી મહારાજ સહિતના મહાપુરૂષોએ વિદેશી આક્રમણ વખતે પણ ક્ષમા આપવાની હિંમત અને ઉદારતા દાખવ્યા હતા. ગૌરક્ષા અને પ્રજાહિતમાં, રાષ્ટ્રહિતમાં નિર્ણય લેવાનો સમય ક્ષત્રિય સમાજ માટે ફરી આવ્યો છે.

વિશાળ ક્ષત્રિય સમાજને બે હાથ જોડીને વિનંતી કરતા નરેન્દ્રબાપુએ કહ્યું હતું કે સમાજના યુવાનો, બહેનો, માતાઓને હવે આવી ભુલ કયારેય નહીં થાય તેવી પરસોતમભાઇએ ખાતરી ઉચ્ચારી છે. આથી ક્ષત્રિય સમાજ રૂપાલાજીને માફ કરશે તેવો વિશ્વાસ છે. આ વિવાદ હવે ઝડપથી ઉકેલાઇ જશે તેવી આશા પણ બાપુએ વ્યકત કરી હતી.

 પરસોતમભાઇને માફ કરો : ક્ષત્રિય સમાજને બે હાથ જોડી નરેન્દ્રબાપુની વિનંતી
દાયકાઓ પહેલા રજવાડાએ દેશ અને સમાજ માટે રાજપાટ સમર્પિત કર્યા હતા : નૈતિકતાથી માફી માંગી છે : દેશ અને  સમાજહિતમાં મોટુ મન રાખવા ભાઇઓ-બહેનોને અપીલ 

News Click 24

Poll not found

Related Articles

Back to top button