કેજરીવાલની ધરપકડ બાદ મારી અને ભારદ્વાજની ધરપકડ થઈ શકે છે તેવી બુમરાણ કરનાર દિલ્હીના કેબીનેટમંત્રી ખુદના વિધાનમાં ફસાયા
આમ આદમી પાર્ટીના મહિલા નેતા અને કેજરીવાલ સરકારના કેબીનેટ મંત્રી આતિષીની મુશ્કેલી વધી છે. હાલમાં જ તેમને એવો આક્ષેપ કર્યો હતો કે ભાજપ તરફથી તેમને 25 કરોડની ઓફર મળી છે અથવા તેમને જેલમાં જવા તૈયાર રહેવા પણ ધમકી મળી હતી.

તે મુદે હવે ભાજપે કરેલી ફરિયાદ પરથી ચુંટણી પંચે આતિષીને નોટીસ પાઠવી છે અને તેમનો ખુલાસો કરવા જણાવ્યું છે. અગાઉ પણ આતિષીએ આ પ્રકારના આક્ષેપો કર્યા હતા જેમાં હાલમાં જ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ જે રીતે શરાબકાંડમાં આતિષી અને બીજા કેબીનેટ મંત્રી સૌરભ ભારદ્વાજનું નામ બહાર આવ્યું હતું.
તે પછી એક પત્રકાર પરિષદમાં આતિષીએ આરોપ મુકયો કે મોદી સરકાર હવે તેને જેલમાં નાંખવા માંગે છે. તેણે એવો પણ ઘટ્ટસ્ફોટ કર્યો કે તેમને ભાજપમાં જોડાઈ જવાની પણ ઓફર મળી છે અને સાથોસાથ ધમકી પણ અપાઈ છે કે જો તે ભાજપમાં જોડાશે નહી તો જેલમાં જવું પડશે.
આતિષીએ એવો પણ દાવો કર્યો કે અગાઉ તેમણે ભાજપમાં જોડાવા માટે રૂા.25 કરોડ ઓફર થઈ હતી. હવે આ મુદે ચુંટણીપંચે આતિષીને નોટીસ પાઠવી છે અને તેમના વિધાનોને ચુંટણી આચારસંહિતાના ભંગ તરીકે ગણાવ્યા હતા. ભાજપે કરેલી ફરિયાદ પરથી આ નોટીસ પાઠવાઈ છે.