જામીન પર છુટયા બાદ ‘આપ’ નેતાનો પત્રકારો સમક્ષ ખુલાસો કેજરીવાલની ધરપકડ મોટું કાવતરું સંજયસિંહ ,
તેમણે જયાં સુધી કેજરીવાલનું નામ ન લીધું, ત્યાં સુધી ઈડીએ તેમના નિવેદનને ભરોસાલાયક નહોતું માન્યું પણ જેવું તેમણે અરવિંદ કેજરીવાલનું નામ લીધું કે તેમના તે નિવેદનને માની લીધું.
આમ આદમી પાર્ટીના રાજયસભા સાંસદ સંજયસિંહ જામીન પર છુટયા બાદ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે દિલ્હી શરાબ એકસાઈઝ ડયુટી કૌભાંડ મામલે સનસનીખેજ આક્ષેપ કર્યો હતો કે આ શરાબ કૌભાંડમાં ભાજપના અનેક મોટા નેતાઓ સંડોવાયેલા છે. તેમણે દાવો કર્યો હતો કે કેજરીવાલની ધરપકડ કાવતરાના ભાગરૂપે થઈ છે. તેમણે જણાવ્યું હતું કે દિલ્હી શરાબ કૌભાંડમાં જે લોકોને આરોપીઓ તરીકે પકડવામાં આવ્યા હતા.
તેમણે જયાં સુધી કેજરીવાલનું નામ ન લીધું, ત્યાં સુધી ઈડીએ તેમના નિવેદનને ભરોસાલાયક નહોતું માન્યું પણ જેવું તેમણે અરવિંદ કેજરીવાલનું નામ લીધું કે તેમના તે નિવેદનને માની લીધું.
સંજયસિંહે શરત રેડ્ડીનો ઉલ્લેખ કરીને કહ્યું હતુ કે તેમના 12 નિવેદન લેવાયા. શરૂઆતી નિવેદનોમાં તે કહેતા રહ્યા કે તે કેજરીવાલને ઓળખતા નથી. 6 મહિના જેલમાં રહ્યા તો તૂટી ગયા. શરત રેડ્ડીએ કેજરીવાલની વિરુદ્ધ નિવેદન આપી દીધું અને તેના જામીન પણ થઈ ગયા.
ભાજપ શરત રેડ્ડીને શરાબ કૌભાંડકાર કહે છે પણ તેની પાસેથી ભાજપે 55 કરોહ રૂપિયાનું દાન મેળવેલું. સંજયસિંહે જેલથી છુટયા બાદ રાજઘાય પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલી આપી હતી. તેમણે પત્રકારોને કહ્યું હતું કે જે રીતે દિલ્હી અને ઝારખંડના મુખ્યમંત્રીઓને જેલમાં મોકલ્યા, આ દેશમાં ‘તાનાશાહી’ની શરૂઆત છે.



