ગુજરાત

પ્રિડકટીવ પોલીસીંગ અપરાધ પુર્વે જ તેને સુંઘી લેવાશે AI ની મદદથી ક્રાઈમ હોટસ્પોટ ઓળખશે ગુજરાત પોલીસ

રસપ્રદ અભિગમ વાહન ઉઠાંતરીથી ચેઈન સ્નેચીંગ સહિતના અપરાધો ડામવા આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સની મદદ 2019થી 2024 સુધીના ડેટાનું વિશ્ર્લેષણ કરી મોડેલ તૈયાર થયું

ક્રાઈમ કે ક્રિમીનલ પણ એક મોડેસ ઓપરેન્ડી હોય છે પછી તે ટુવ્હીલરની ઉઠાંતરી હોય કે ઘરફોડી હોય, ઓચિંતી બનતી કોઈ ગુન્હાખોરી તો અલગ બાબત છે પણ હવે ગુજરાત પોલીસ માટે આ પ્રકારની મોડેસ ઓપરેન્ડી ધરાવતા ક્રાઈમને ડામવા માટે આર્ટિફીશ્યલ ઈન્ટેલીજન્સ મદદે આવી છે અને તેના પરથી પોલીસ ક્રાઈમ-સ્પોટને ઓળખીને ત્યાં તેની હાજરી વધારવા આ પ્રકારની ગુન્હાખોરી ઘટાડવા અને ગુન્હેગારને ઓળખવામાં સફળ થશે તેવું અનુમાન છે.

રસપ્રદ રીતે પોલીસે તેના ‘ઘર’ એટલે કે પોલીસ સ્ટેશન આસપાસ બનતા ક્રાઈમથી જ તેનો પ્રારંભ કર્યો છે. પોલીસ સ્ટેશન અને તેની આસપાસના 100 મીટર કે તેવા વિસ્તારોને સલામત ગણાય છે અને અમદાવાદ ખાડીયા પોલીસ સ્ટેશનથી કાલુપુર ટ્રાફિક પોલીસ મથક અને સારંગપુરની ડીસીપી ક્રાઈમની કચેરી તથા કારેજ પોલીસ સ્ટેશનના આવવાના 100 કે તેથી થોડા ક્ષેત્રમાં વાહનોની ઉઠાંતરીથી અવારનવાર ઘટનાઓ બની અને તેના પરથી એક મોડેસ ઓપરેન્ડી ખુલી કે લોકોને સલામતીનો વિશ્વાસ વધુ હોય ત્યાં વાહન ઉઠાંતરી કરનારને પણ સલામતી લાગે છે.

પોલીસે આ માટે 2019થી 2024 સુધીના ડેટાબેઈઝમાં જે આર્ટિફિશ્યલ ઈન્ટેલીજન્સ જે મુખ્યત્વે ડેટા પરથી કામ કરે છે તેના પરથી ક્રાઈમ સ્પોટ નિશ્ર્ચિત કર્યા જયાં એક પ્રકારના ગુન્હા વધુ થાય છે. એટલું જ નહી પોલીસે એ પણ તારણ કાઢયું કે વાહનોની ઉઠાંતરી બુધવારે અને શુક્રવારે સૌથી વધુ થાય છે જેનું કારણ શું તે પણ હવે નિશ્ચિત કરાશે તેટલું જ નહી મહિલાઓના ચેન સ્નેચીંગ એરીયા, છેડતીના વિસ્તારોના હોટસ્પોટ પણ શોધી કઢાયા.

આ એવા વિસ્તારો હતા જયાં ગુન્હાખોરી કર્યા પછી ઝડપથી નાસી શકાય તેવા સાઈડ માર્ગો ગલીમાં વધુ હતા જેની ઝડપાવાની શકયતા ઓછી રહેશે સમય પણ એવો કે ટ્રાફિક ઓછો હોય અને મહિલાઓ ખરીદી માટે નિકળતી હોય અને ખાસ કરીને તેના પરથી પ્રિડેકટીવ, પ્રોસેસીંગ એટલે કે અહી અપરાધ બનવાની શકયતા આ સમયે વધુ છે.

તો ત્યાં એ સમયે અમારે પેટ્રોલીંગ પોલીસની હાજરી વધુ અને તે પ્રકારના ગુન્હો આપવાની ટેવ ધરાવતા પર વોચ અને બાતમીદારોની સંખ્યા વધારવી તે તમામ નિર્ણયો લેવાશે જેથી આ પ્રકારની ગુન્હાખોરીને ડામી શકાશે. તો પ્રોહીબીશન એટલે કે દારૂબંધીનો અમલ કરવામાં પણ આ રીતે આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ મદદ કરશે. ખાસ કરીને ધાર્મિક સ્થળો પર ચોકકસ સમયે વધુ લોકો એકત્ર થતા હોય છે અને તે સમયે ચોકકસ પ્રકારની ગુન્હાખોરી વધુ નોંધાઈ છે.

અહી સીસીટીવી વધારે લગાવવા પોલીસ પેટ્રોલીંગ વધારવા તથા ચોકકસ સ્થળે અપરાધીઓ ઝડપથી નાસી ન શકે તે માટે પોલીસ આડસ મુકવા જેવા નિર્ણય લેવાયા છે. બેન્કો પાસેથી વાહનોના કાચ તૂટવા કે ડેકી તોડીને થતી ઉઠાંતરી આંગડીયા લુંટ વિ. માટે પણ મોડેસ તૈયાર કરાશે. આ માટે દિલ્હીમાં ક્રાઈમ મેપીંગ એનાલીસ્ટ એન્ડ પ્રીડકટીવ સીસ્ટમ અમલમાં મુકાઈ છે જે બાદમાં તેલંગાણા અને ઝારખંડ તથા હિમાચલ પ્રદેશમાં પણ અમલી બની રહી છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button