ધંધુકા મહાસંમેલન અને જામખંભાળીયામાં પ્રદેશ પ્રમુખની હાજરીમાં વિરોધ પછી ચિંતા વધી રૂપાલા વિવાદ ફરી દિલ્હી ખસેડાયો: PM મોદી નિર્ણય લેશે
ગુજરાત ભાજપ મોવડીમંડળ પાસે સમાધાનનો કોઈ માર્ગ જ નથી: રૂપાલાએ ધુવાધાર પ્રચાર કરતા ક્ષત્રિય સમાજે વધુ આકરૂ વલણ લીધું: કેટલાક ‘તટસ્થ’ અગ્રણીઓને દિલ્હી બોલાવવાની ચર્ચા

ગુજરાતમાં રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાના વિવાદી વિધાનો પર ક્ષત્રિય સમાજે માંડેલા મોરચામાં હવે સમાધાનની કોઈ આશા ન દેખાતા ગુજરાત ભાજપ મોવડીમંડળ ફરી એક વખત હવે દિલ્હી પર નિર્ણય ઠેલ્યો છે. એક તરફ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ પોતે ઉમેદવારી કરવા જઈ રહ્યા છે અને તેઓ હાજરી આપવા ભરી સભામાં આમંત્રણ આપી દીધું છે .ત
થા ભાજપે પણ રાજકોટ બેઠક પરન પક્ષો અંકે કરવા છેક સુરતમાં રાજકોટવાસીઓ અને ખાસ કરીને પાટીદારોનું સંમેલન ગઈકાલે યોજીને રૂપાલા મામલે કોઈ સમાધાન નહી થાય તેવું સારી ભાષામાં પણ ક્ષત્રિય સમાજને સંદેશ આપી દીધો પણ ગઈકાલે જે રીતે ધ્રાંગધ્રામાં ક્ષત્રિય સમાજનું વિશાળ સંમેલન મળ્યુ અને તેમાં પણ આર-પારની લડાઈના ટંકાર થયા પછી ગાંધીનગરમાં ફરી એક વખત ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના નિયમો ભાજપના ક્ષત્રિય આગેવાનોની બેઠક મળી હતી.
તેમાં કોઈ ઉકેલ શોધવા અથવા ક્ષત્રિય આંદોલનનો રાજકીય મુકાબલો કઈ રીતે કરવો તે અંગે ચર્ચા થઈ છે પણ મૂળ પ્રશ્ર્ન તો રૂપાલાની ટિકીટ રદ કરવાનો છે તે અંગે તો દિલ્હી જ નિર્ણય લઈ શકે અને હવે રેલો ભાજપના કાર્યક્રમ સુધી પહોંચી ગયો છે તથા જામખંભાળીયામાં પક્ષના પ્રમુખ સી.આર.પાટીલ તથા સંગઠન મહામંત્રી રત્નાકરની હાજરીમાં રૂપાલા મુદે દેખાવો થયા તથા જે રીતે ખુબીઓનો કચ્ચરઘાણ થયો.
તેથી હવે ભાજપના વધુ કાર્યક્રમોમાં ક્ષત્રિય આંદોલનકારીઓ વિરોધ પ્રદર્શન કરે તેવી સ્થિતિ છે અને તેથી અનેક બેઠકોમાં વિરોધ અને અનેક ગામોમાં રૂપાલા મુદે ભાજપને પ્રવેશબંધી થઈ છે તે પણ મોવડીમંડળ માટે ચિંતા છે અને તેથી બે દિવસમાં પક્ષના નંબર-ટુ નેતા અમીત શાહ કોઈ નિર્ણય લે તેવી ધારણા છે. સૂત્રોએ જણાવ્યું કે ભાજપના ના હોય કે જેમના પર ભાજપ ‘છાપ’ ના હોય તેવા કેટલાક ક્ષત્રિય અગ્રણીઓને દિલ્હી બોલાવાયા છે અને તેઓ પાસે કોઈ સમાધાનનો માર્ગ છે તે પણ ચકાસાશે.