જાણવા જેવું

ભારતમાં દેખાવાનું નથી પરંતુ વિશ્વના અનેક ભાગોમાં 5.10 કલાકનું સૌથી લાંબુ સૂર્ય ગ્રહણ હશે : ખગોળ-અવકાશ વૈજ્ઞાનિકોમાં ઉત્તેજના

વિશ્વના અનેક ભાગોમાં આજે અદભુત અને દુર્લભ અવકાશી નઝારો જોવા મળનાર છે. પ0 વર્ષ પછી અને ચાલુ સદીનું સૌથી લાંબામાં લાંબુ સૂર્ય ગ્રહણ સર્જાવાનું છે.

ભારતમાં દેખાવાનું ન હોવા છતાં આજનું સૂર્ય ગ્રહણ સદીનું સૌથી લાંબામાં લાંબુ હશે અને અર્ધા અમેરિકા સહિતના વિશ્ર્વના અનેક ભાગોમાં દિવસના સમયે ગાઢ અંધકાર સર્જાય જશે. આ દરમ્યાન નાસા દ્વારા ખાસ પ્રયોગ પણ થનાર છે. અવકાશ ખગોળશાસ્ત્રીઓમાં સૂર્ય ગ્રહણ વિશે જબરદસ્ત ઉત્તેજના પ્રવર્તતી
રહી છે.

વિશ્વના અનેક ભાગોમાં આજે અદભુત અને દુર્લભ અવકાશી નઝારો જોવા મળનાર છે. પ0 વર્ષ પછી અને ચાલુ સદીનું સૌથી લાંબામાં લાંબુ સૂર્ય ગ્રહણ સર્જાવાનું છે. ભારતમાં આ સૂર્ય ગ્રહણ નહીં દેખાય પરંતુ મેકસિકો, ઉતરીય  અમેરિકા, કેનેડા, જમૈકા, આર્યલેન્ડ, ઇંગ્લેન્ડના ઉતર-પશ્ર્ચિમ ભાગો, કયુબા, ડોમીનીકા, કોસ્ટારીકા, પશ્ચિમી યુરોપ,  પેસેફીક, એટલાન્ટિક અને આર્કટીક ક્ષેત્રોમાં જોવા મળશે.

સૂર્ય ગ્રહણ સૌપ્રથમ મેકસિકોના મઝાઇટેન શહેરમાં જોવા મળશે. રાત્રે 9.12 કલાકથી સૂર્ય ગ્રહણ ચાલુ થશે અને મોડી રાત્રે 2.22 કલાક સુધી તે રહેશે. 5.10 કલાક સુધી સંપૂર્ણ સૂર્ય ગ્રહણ રહેશે અને આ દરમ્યાન 7 મીનીટ સુધી સર્વત્ર અંધકાર છવાઇ જશે. આ દરમ્યાન અનેક ગ્રહ અને ધુમકેતુ નરી આંખે જોવા મળી શકશે.

50 વર્ષ પૂર્વે આટલુ લાંબુ સૂર્ય ગ્રહણ થયું હતું. આ દરમ્યાન ચંદ્રમાં સૂર્યને સંપૂર્ણ રીતે  ઢાંકી લે છે અને થોડા વખત સુધી સૂર્યનો પ્રકાશ પૃથ્વી પર હાલ તો બંધ થઇ જાય છે જેને કારણે પૃથ્વી પર દિવસના સમયે પણ અંધકાર છવાઇ જાય છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત જેવી આ ઘટના હોય છે. ચંદ્રમાં પૃથ્વીની નજીક હોય ત્યારે  સંપૂર્ણ સૂર્ય ગ્રહણ સર્જાતું હોય છે અને તે સમગ્ર સૌરડીસ્કને ઢાંકી લે છે. રવિવારે ચંદ્રમાં પૃથ્વીની સૌથી નજીક 3.60 લાખ કિ.મી. દુર હતો અને તેને કારણે આ સૂર્ય ગ્રહણ સર્જાયું છે.

અમેરિકી સ્પેસ એજન્સી નાસાના રીપોર્ટ પ્રમાણે સૂર્ય ગ્રહણની શરૂઆત મેકસિકોથી શરૂ થશે અને અમેરિકાના 15 રાજયો મારફત કેનેડા સુધી લંબાશે. આ ક્ષેત્રોમાં રહેતા લોકો નરી આંખે પૂર્ણ સૂર્ય ગ્રહણને નિહાળી શકશે જોકે નરી આંખે તે નહીં જોવાની સલાહ આપવામાં આવી છે. અમેરિકામાં ટેકસાસ, ઓકલાહામા, ઇન્ડિયાના મિસોરી સહિત 15 રાજયોમાં જોવા મળશે. ઉત્તરીય અમેરિકી મહાદ્વીપ પર સૂર્ય હોય ત્યારે આ ખગોળીય ઘટના સર્જાવાની છે અને આ સમયે ભારતમાં રાત હોવાને કારણે ભારતમાં સૂર્ય ગ્રહણ જોવા નહીં મળે.સદીનું સૌથી લાંબુ સૂર્ય ગ્રહણ આજે વિશ્ર્વના અનેક ભાગોમાં દેખાવાનું છે ત્યારે અમેરિકી અવકાશી સંસ્થા નાસા દ્વારા ખાસ પ્રયોગ હાથ ધરવામાં આવનાર છે. નાસાની ટીમ દ્વારા ત્રણ રોકેટ લોન્ચ કરાશે. એક રોકેટ સૂર્ય ગ્રહણ શરૂ થયા પૂર્વે, બીજુ રોકેટ સૂર્ય ગ્રહણ દરમ્યાન અને ત્રીજુ સૂર્ય ગ્રહણ સમાપ્ત થયા બાદ છોડવામાં આવશે. સૂર્ય ગ્રહણ અગાઉની અને તે દરમ્યાનની અને ત્યારપછીની હવામાનની અસરો ચકાવવા માટે આ પ્રયોગ કરવામાં આવનાર છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button