ભારત
ચારધામ યાત્રા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ ,
રજીસ્ટ્રેશન વિના કોઈ યાત્રીને ચારધામમાં આવવાની મંજુરી નહિં? 10 મે ના કેદારનાથ અને 12 મેના બદરીનાથ ધામના કપાટ ખુલશે: ગંગોત્રી-યમુનોત્રી કપાટ અક્ષય તૃતિયાએ ખુલશે
ઉતરાખંડમાં 10 મેથી ચારધામ યાત્રાનો આરંભ થઈ રહ્યો છે. કેદારનાથનાં કપાટ 10 મો, બદરીનાથના કપાટ 12 મે ગંગોત્રી, યમુનોત્રીના કપાટ અક્ષય તૃતિયાએ ખુલશે. સોમવારથી ચારધામ યાત્રા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનની શરૂઆત થઈ ગઈ છે.
આ વખતે યાત્રીઓનાં રજીસ્ટ્રેશનની ચીઠ્ઠી પર જરૂરી મોબાઈલ નંબર પણ લખેલા મળશે. મેન્યુઅલી રજીસ્ટ્રેશન માટે આઠ કાઉન્ટર ખોલવામાં આવી રહ્યા છે.આ વખતે કોઈપણ યાત્રીને રજીસ્ટ્રેશન વગર ચારધામ પર જવાની મંજુરી નહી આપવામાં આવે.
આથી ચાર ધામ જનારા શ્રધ્ધાળૂઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી લેવુ.વેબસાઈટ ,
https//registratianandtouristcare. uk.gov.in./chardham-yatra-uttarakhand.php
Poll not found



