ચૂંટણી પંચે અપક્ષ ઉમેદવારો માટે 190 જેટલા ચૂંટણી ચિન્હોની યાદી જાહેર કરી ,
છેલ્લા કેટલાંક સમયથી કોઈ પક્ષની ખાસ ઓળખ બનવાથી .ચૂંટણી ચિન્હોમાંથી આ વખતે બુલડોઝર આઉટ! રોડ રોલર, જુતા-ચપ્પલ, મોજા નિશાનીમાં સામેલ
ચૂંટણી પંચે આ વખતે અપક્ષ ઉમેદવારોને આપવામાં આવતા ચૂંટણી ચિન્હોની યાદીમાંથી બુલડોઝરને હટાવી દીધુ છે. આની પાછળ કોઈ ખાસ કારણ તો નથી બતાવાયું પણ ગત કેટલાંક વર્ષોમાં બુલડોઝર એક ખાસ પક્ષનું ઓળખ બની ચૂકયુ છે. એટલે તેને હટાવવુ પડયુ છે. ચૂંટણી ચિન્હમાં રોડ રોલર સહીત શૃંગારના અનેક સામાન બાળકોનાં રમકડા, ઈલેકટ્રોનિકસ આઈટમ સહિત અનેક નવી વસ્તુઓ સામેલ કરાઈ છે. આઈટમ સહીત અનેક નવી વસ્તુઓ સામેલ કરાઈ છે. ચૂંટણી પંચ તરફથી આ ચિન્હોની યાદી વેબસાઈટ પર અપલોડ કરાઈ છે જેમાં 120 ચૂંટણી ચિન્હો છે તેમાં જુતા,ચપ્પલ અને મોજા પણ સામેલ છે. યાદીમાં ચૂંટણી ચિન્હોમાં સફરજન, ફળોની ટોપલી, બિસ્કુટ, ડબલ રોટી, કેક, સિમલા મરચુ, ફુલાવર, નારીયલ ફાર્મ, આદુ, દ્રાક્ષ, લીલુ મરચું, આઈસ્ક્રીમ ભીંડો, નુડલ, અખરોટ, તરબુચ વગેરે છે. આ ઉપરાંત ચૂંટણી ચિન્હોની યાદીમાં બેબી વોકર, કેરમ બોર્ડ, શતરંજ બોર્ડ, લંચ બોકસ, પેન્સીલ બોકસ વગેરે પણ છે. ચૂંટણી ચિન્હોમાં સંગીતનાં સાધનો-હારમોનીયમ, સિતાર, બાસુંરી વાયોલીન પણ છે.
કેટલાંક ચૂંટણી ચિન્હો ચલણમાંથી બહાર છે. અથવા તો બહાર થઈ રહ્યા છે. જેમાં ઘંટી, ડોલી, ટાઈપ રાઈટર, કુવો, ખાટલો, ટોર્ચ, સ્લેટ, ચીમની ગ્રામોફોન વગેરે છે.
ચૂંટણી પંચે ચૂંટણી ચિન્હોમાંથી મોબાઈલ ફોનને હટાવી દીધો છે. પણ એરકન્ડીશન, લેપટોપ, કોમ્પ્યુટર, માઉસ, કેલ્કયુલેટર, પેનડ્રાઈવ, સ્ટેપલર, હેડફોન, હેસમેર, રોબોટ વગેરે સામેલ કર્યા છે. આ ઉપરાંત અભેરાઈ, ઓટો રીક્ષા બેટ, સાયકલ, પંપ, દુરબીન, બોક,સ ઈટ, ડીસ એન્ટેના કિટલી વગેરેનો સમાવેશ થાય છે.



