રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ રાજ્યોના અન્ય ભાગોમાં પણ ફેલાઇ રહ્યા છે.
ઇંદીરા સર્કલ સુધીના ઓવરબ્રીજના પીલર પર લાગેલા હોર્ડીંગ્સમાં રૂપાલાના ચહેરા પર કાળી શાહી લગાવી દેવામાં આવી
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ રાજ્યોના અન્ય ભાગોમાં પણ અન્ય ભાગોમાં પણ ફેલાઇ રહ્યા છે. રાજકોટમાં હવે રૂપાલાના વિરોધએ નવો વળાંક લીધો છે. આ વિવાદનો પ્રારંભ થતાં જ ભાજપે રાજકોટ છે મક્કમ રૂપાલા સાથે અડીખમ તેવા હોર્ડીંગ્ઝ ઠેર ઠેર લગાવીને રૂપાલા ઉમેદવાર હશે તેવો મક્કમ સંદેશ ફેલાવવા પ્રયત્ન કર્યો હતો તેમાં હવે પરસોતમ રૂપાલાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયથી ફકત 150 થી 200 મીટર દૂર લાગેલા આ પ્રકારના પોસ્ટરમાં રૂપાલાના ચહેરા પર કોઇએ ‘કાળી શાહી’ લગાવી દેતા હવે આ મુદ્દે તનાવ વધે તેવી ધારણા છે. 150 ફૂટ રીંગ રોડ પર ટેલીફોન એક્સચેંજની સામે ભાજપનું મધ્યસ્થી ચૂંટણી કાર્યાલય આવેલું છે.
ત્યાંથી ઇંદીરા સર્કલ સુધીના ઓવરબ્રીજના પીલર પર લાગેલા હોર્ડીંગ્સમાં રૂપાલાના ચહેરા પર કાળી શાહી લગાવી દેવામાં આવી છે. અને તેના કારણે ભાજપને આ પોસ્ટર તુર્ત જ હટાવી લેવા ફરજ પણ પડે તેવી શક્યતા છે. તા.14ના રોજ રાજકોટમાં જ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજનું મહા સંમેલન યોજવાનું છે તે સમયે આ પ્રકારની ચેષ્ટાથી રૂપાલા સામેનો વિરોધ હજુ શાંત થયો નથી તે પણ દર્શાવી રહ્યું છે.



