12 રાજ્યોમાં પક્ષની સરકાર 10 વર્ષમાં ભાજપ વધુ આગળ વધ્યું કોંગ્રેસ સહિતના વિપક્ષોની ભૂમિકા ગઈ છે .
2019માં 40.8 ટકા મતોનો પણ ભાજપે 283 બેઠકો જીતી હતી 370 બેઠકો જીતવા માટે ભાજપ માટે વધુ સાનુકુળ રાજકીય ગ્રાફ
લોકસભા ચૂંટણીમાં ભાજપે 370 બેઠકો જીતવાનો ટારગેટ નિશ્ર્ચિત કર્યો છે અને સાથી પક્ષો કે જેઓ એનડીએમાં જોડાયા છે તેઓની સાથે રહી 400થી વધુ લોકસભા બેઠકો પર વિજય મેળવવાની જે તૈયારી કરી છે તેની પાછળ પક્ષનું છેલ્લા 10 વર્ષનું ચૂંટણી ગણિત પણ મહત્વનું હોવાનું બહાર આવ્યું છે. 2014માં જ્યારે લોકસભા ચૂંટણી યોજાઇ ત્યારે દેશભરમાં ભાજપના 897 ધારાસભ્યો હતા અને તે લોકસભા ચૂંટણીમાં ભાજપે 282 બેઠકો જીતી હતી. 2019માં લોકસભા ચૂંટણી સમયે ભાજપના ધારાસભ્યોની સંખ્યા વધીને 1278 થઇ હતી અને તે વર્ષની લોકસભા ચૂંટણીમાં ભાજપે 303 બેઠકો જીતી હતી.
2014માં ગુજરાતના મુખ્યમંત્રી મંત્રી દેશના વડાપ્રધાન બનવા માટે નરેન્દ્ર મોદીએ ભાજપનું નેતૃત્વ સંભાળ્યું હતું અને તે સમયે આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરલ, મહારાષ્ટ્ર, મણીપુર, મીઝોરામ, તેલંગણા, મેઘાલય, ઉત્તરાખંડ આ 13 રાજ્યોમાં કોંગ્રેસની સરકાર હતી. જ્યારે ભાજપને ફકત છત્તીસગઢ, ગોવા, ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં જ શાસન હતું. જ્યારે અન્ય રાજ્યોમાં ભાજપ સાથી પક્ષો સાથે સરકારમાં હતા. 2019ની ચૂંટણીમાં 12 રાજ્યોમાં ભાજપની સરકાર થઇ ગઇ અને કોંગ્રેસ ફકત 6 રાજ્યોમાં સમેટાઇ ગઇ હતી.
2014માં ભાજપને 31 ટકા મતો મળ્યા અને 282 બેઠકો જીતી હતી. જ્યારે આ પહેલા કોઇ પક્ષને આટલા ઓછા મતોની ટકાવારી વચ્ચે પણ આટલી વધુ બેઠકો મળી નહતી. એ પહેલા 2014 પૂર્વે કોંગ્રેસના 1967માં 283 બેઠકો મળી હતી અને તે સમયે તેનો વોટશેર 40.8 ટકા હતો. જ્યારે 2019માં ભાજપે 37.4 ટકા સાથે 303 બેઠકો જીતી જેમાંથી 224 બેઠકો પર ભાજપને 50 ટકાથી વધુ મત મળ્યા હતા અને ચાર રાજ્યો એવા હતા જેમાં ભાજપે તમામ બેઠકો જીતી હતી. આજે ભાજપ પાસે 1468 ધારાસભ્યો છે અને લોકસભામાં 303 બેઠકો છે.



