જાણવા જેવું

ભારતીયો દ્વારા 2022-23માં 27.14 બીલીયન ડોલર રીઝર્વ બેન્કની લીબરલાઇસ્ડ રેમીટન્સ સ્કીમ હેઠળ વિદેશ મોકલાયા

પરંતુ હાલમાં જ આ પ્રકારે વિદેશ નાણાં મોકલવાનું ચલણ વધતાં હવે બેન્કોએ નાણાં મોકલનારને તેના નાણાના સ્તોત્ર અંગે પણ પૂછવાનું શરુ કર્યું છે

વિદેશમાં મિલ્કત ખરીદવા અથવા રોકાણ કરવા માટે ભારતીયોને 2.50 લાખ ડોલર દર વર્ષે મોકલવાની સત્તાવાર રીતે મંજુરી આપવામાં આવે છે. જેનો ઉપયોગ વિદેશમાં વસતા તેમના સંબંધીઓને ભરણ પોષણ કે જે પ્રકારને મેન્ટેનન્સ તરીકે પણ મોકલી શકાય છે. પરંતુ હાલમાં જ આ પ્રકારે વિદેશ નાણાં મોકલવાનું ચલણ વધતાં હવે બેન્કોએ નાણાં મોકલનારને તેના નાણાના સ્તોત્ર અંગે પણ પૂછવાનું શરુ કર્યું છે. અને તેમના એકાઉન્ટમાં આ નાણાં ક્યાંથી આવ્યા તેની પણ શોધ કરવામાં આવશે.

2020-21ના વર્ષમાં આ પ્રમાણે ભારતમાંથી 12.68 બીલીયન ડોલર વિદેશ મોકલાયા હતા જે 2022-23માં 27.14 બીલીયન ડોલર થઇ ગયા છે. આમ જે રીતે જંગી રકમનો વધારો વિદેશમાં મોકલવામાં થયો છે તેથી રિઝર્વ બેન્ક અને આવકવેરા ખાતુ હવે બંને સંયુક્ત રીતે આ અંગે તપાસ કરી રહ્યું છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button