ઉત્તરાખંડમાં જનસભામાં મોદીનો હુંકાર , વડાપ્રધાને સભામાં ડમરું વગાડીને લોકોમાં ઉર્જા જગાડી
મોદી મોદીના નારા લાગતા પીએમે કહ્યું-આ જુસ્સો 19 એપ્રિલ સુધી જાળવી રાખજો
અત્રે આઈડીપીએલ રમત મેદાનમાં આવી પહોંચેલા વડાપ્રધાન મોદીએ ડમરુ વગાડીને ચૂંટણી જનસભાને સંબોધી હતી અને લોકોમાં જુસ્સો જગાવ્યો હતો. આ તકે લોકોએ મોદી-મોદીના નારા લગાવતા વડાપ્રધાને કહ્યું હતું કે આ ઉત્સાહ 19 એપ્રિલ સુધી જાળવી રાખજો. પીએમ મોદીએ લોકોને સંબોધતા 10 વર્ષમાં તેની સરકારે કરેલી કામગીરી વર્ણવીને હુંકાર કર્યો હતો કે અમે આતંકીઓને ઘરમાં ઘુસીને માર્યા છે. વડાપ્રધાને કહ્યું હતું કે નબળી સરકાર નીચે વધુ સહન નથી કરવાનું.
આચારસંહિતા લાગુ પડયા બાદ આ બીજી ઘટના છે. જયારે વડાપ્રધાન મોદી ઉત્તરાખંડ પહોંચ્યા છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે હું જયારે પણ ઉત્તરાખંડ આવું છું ત્યારે જૂની યાદો તાજા કરૂં છું. મોદીના સંબોધન દરમિયાન મોદી મોદીના નારા લાગતા મોદીએ કહ્યું હતું કે તમિલનાડુમાં પણ લોકો કહી રહ્યા છે ફીર એકબાર મોદી સરદાર. વડાપ્રધાને લોકોને કહ્યું હતું કે આ જુસ્સો 19 એપ્રિલ સુધી જાળવી રાખજો. આ તકે 10 વર્ષની પોતાની સરકારની સિધ્ધિઓના વર્ણન કરતા મોદીએ હુંકાર કર્યો હતો કે આતંકીઓને અમે ઘરમાં ઘુસીને માર્યા છે. આ મોદીની મજબૂત સરકાર છે.
અમે મહિલાઓને લોકસભા અને વિધાનસભામાં અનામત આપી છે, વન રેન્ક વન પેન્શનનો લાભ આપ્યો છે. જો મોદીની સરકાર ન હોત તો વન રેન્ક વન પેન્શન કયારેય લાગુ જ ન થાત. કોંગ્રેસની નબળી સરકાર સીમા પર આધુનિક ઈન્ફ્રાસ્ટ્રકચર નહોતી બનાવી શકી, આજે સીમાઓ પર સડકો ચકાચક છે.



