લૂથી લોકોને બચાવવા PM મોદીએ કરી રિવ્યૂ મિટિંગ, આ જગ્યાએ સૌથી વધુ હશે ગરમીનો પ્રકોપ ,
અભ્યાસ દરમિયાન, સંશોધકોને એમ પણ જાણવા મળ્યું કે 1990ની સરખામણીમાં શ્રેષ્ઠ કરતાં વધુ તાપમાન સાથે સંકળાયેલ સ્ટ્રોક મૃત્યુની સંખ્યામાં વધારો થયો છે.
એપ્રિલથી જૂન 2024 વચ્ચે ભારતમાં ભારે લૂ પડશે. હવામાન વિભાગની આ આગાહી સિવાય એક અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ત્રણ દાયકાના વૈશ્વિક ડેટાના નવા વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે વિશ્વભરમાં સ્ટ્રોકથી થતા મૃત્યુ અને વિકલાંગતા ઝડપથી થતા આબોહવા પરિવર્તનથી પ્રેરિત તાપમાનના ફેરફારો સાથે જોડાયેલા છે. ન્યુરોલોજી જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસથી જાણવા મળ્યું કે વર્ષ 2019માં, નૉન-ઓપ્ટિમલ ટેમ્પરેચર (બિન શ્રેષ્ઠ તાપમાન)ને કારણે સ્ટ્રોક આવતા 5.2 લાખથી વધુ મૃત્યુ થયા હતા, જ્યારે આમાંથી મોટાભાગના સ્ટ્રોકને કારણે થતા મૃત્યુ (4.7 લાખથી વધુ) ઓપ્ટિમલ ટેમ્પરેચર (શ્રેષ્ઠ તાપમાન)થી ઓછું હોવાને કારણે થયા હતા.
અભ્યાસ દરમિયાન, સંશોધકોને એમ પણ જાણવા મળ્યું કે 1990 ની સરખામણીમાં શ્રેષ્ઠ કરતાં વધુ તાપમાન સાથે સંકળાયેલ સ્ટ્રોક મૃત્યુની સંખ્યામાં વધારો થયો છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે ઊંચા તાપમાનને કારણે સ્ટ્રોકનો ભાર વધ્યો છે. ખાસ કરીને 10 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં અને આફ્રિકા જેવા નીચા સામાજિક-વસ્તી વિષયક સૂચકાંક (SDI) પ્રદેશોમાં અપ્રમાણસર રીતે કેન્દ્રિત છે. આવી સ્થિતિમાં, એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે આકરી ગરમીમાં હાર્ટ સ્ટ્રોકનું જોખમ વધી શકે છે.
દરમિયાન હીટ વેવને લઈને કેન્દ્ર સરકાર એક્શનમાં આવી ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 11 એપ્રિલે એક મોટી બેઠક લીધી. સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું કે, PM મોદીએ હીટવેવ સંબંધિત પરિસ્થિતિ માટે તૈયારીઓની સમીક્ષા કરી છે. આ દરમિયાન, તેમણે જાગૃતિ વધારવાના મહત્ત્વ પર પણ ભાર આપ્યો. PMએ હીટવેવનો સામનો કરવા માટેની તૈયારીઓની સમીક્ષા કરતી વખતે, ખાસ કરીને પ્રાદેશિક ભાષાઓમાં જાગૃતિ સામગ્રીનો સમયસર પ્રસાર સુનિશ્ચિત કરવા પર ભાર આપ્યો.
ગુરુવારે 11 એપ્રિલ, 2024ના રોજ IMDના દૈનિક હવામાન બુલેટિનમાં જણાવ્યું હતું કે, “ઉત્તર પશ્ચિમ ભારતમાં 13 અને 15 એપ્રિલની વચ્ચે ભારે ગર્જના સાથે હળવોથી મધ્યમ વરસાદ, ભારે પવન અને કરા પડી શકે છે. જયારે મધ્ય ભારતમાં 12 અને 15 એપ્રિલની વચ્ચે ભારે ગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની સાથે ભારે પવન અને કરા પડવાની શક્યતા છે.
દરમિયાન એટલે કે એપ્રિલ અને જૂન વચ્ચે, ઉત્તરીય મેદાનો સહિત દક્ષિણ ભારતમાં તીવ્ર ગરમી અને લૂ (હીટવેવ) પડશે. IMDના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાના જણાવ્યા અનુસાર એપ્રિલ-જૂન વચ્ચે મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે. મધ્ય ભારત, ઉત્તરીય મેદાનો અને દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં હીટ વેવ ઘણા દિવસો સુધી રહેવાની ધારણા છે. આ રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર કર્ણાટક, ઓડિશા, આંધ્રપ્રદેશ અને મધ્યપ્રદેશ છે. હીટ વેવનો સામનો કરવા માટે 23 રાજ્યોએ એક્શન પ્લાન તૈયાર કર્યા છે.
કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રી કિરેન રિજિજુ તરફથી કહેવામાં આવ્યું હતું કે એપ્રિલના અંતમાં અને એ પછી ગરમ હવામાનની આગાહી કરવામાં આવી છે. જો કે, IMD દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે મહત્તમ તાપમાનમાં વધારાથી ઘઉંના પાક પર કોઈ અસર કરશે નહીં. આઈએમડીએ જણાવ્યું કે એપ્રિલથી જૂન દરમિયાન ભારે ગરમી રહેશે. હીટવેવની સૌથી વધુ અસર ગરીબોને થશે. હીટવેવ દરમિયાન ઊંચું તાપમાન જોખમ ઊભું કરે છે, જેનાથી ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને પહેલાથી રહેલી આરોગ્યની સ્થિતિ ધરાવતા લોકોને સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.



