વિશ્વ

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડને સ્પષ્ટ કહ્યું છે કે, અમેરિકા ઈરાન વિરુદ્ધ કોઈપણ આક્રમક કાર્યવાહીમાં ભાગ લેશે નહીં ,

જો બાયડને બેન્જામિન નેતન્યાહુને વધુમાં કહ્યું કે, ઈઝરાયેલનો વળતો હુમલો હવે બિનજરૂરી છે. અમેરિકી રાષ્ટ્રપતિ  જો બાયડનના વહીવટીતંત્રે ઈરાનના ઈઝરાયેલ પરના ઐતિહાસિક અને અણધાર્યા મિસાઈલ અને ડ્રોન હુમલા પર પ્રતિક્રિયા આપી છે.

ઈરાને ઈઝરાયેલ સામે સીધો મોરચો ખોલીને યુદ્ધની જાહેરાત કરી દીધી છે. ઈરાને ઈઝરાયેલ પર 300 થી વધુ ડ્રોન અને મિસાઈલો છોડ્યા હતા. ઈરાને કહ્યું કે, તેણે સીરિયામાં તેના વાણિજ્ય દૂતાવાસ પર 1 એપ્રિલે થયેલા હુમલાના જવાબમાં આ હુમલો કર્યો હતો. આ દરમિયાન અમેરિકાએ પણ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડને સ્પષ્ટ કહ્યું છે કે, અમેરિકા ઈરાન વિરુદ્ધ કોઈપણ આક્રમક કાર્યવાહીમાં ભાગ લેશે નહીં. જો બાયડને બેન્જામિન નેતન્યાહુને વધુમાં કહ્યું કે, ઈઝરાયેલનો વળતો હુમલો હવે બિનજરૂરી છે. અમેરિકી રાષ્ટ્રપતિ  જો બાયડનના વહીવટીતંત્રે ઈરાનના ઈઝરાયેલ પરના ઐતિહાસિક અને અણધાર્યા મિસાઈલ અને ડ્રોન હુમલા પર પ્રતિક્રિયા આપી છે. એક તરફ વોશિંગ્ટને તેના સાથી ઇઝરાયેલ સાથે હંમેશા ઊભા રહેવાની પ્રતિજ્ઞાનો પુનરોચ્ચાર કર્યો છે તો બીજી તરફ તેણે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુની સરકારને પણ અપીલ કરી છે કે, બેન્જામિન નેતન્યાહુએ આ ક્ષેત્રને એક વ્યાપક યુદ્ધમાં આગળ ધપાવી શકે તેવા કોઈ પગલાં લેવા જોઈએ નહીં.

વોશિંગ્ટન સ્થિત ક્વિન્સી ઇન્સ્ટિટ્યૂટ ફોર રિસ્પોન્સિબલ સ્ટેટક્રાફ્ટના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ ત્રિતા પારસીના જણાવ્યા અનુસાર જો બાયડને ઇઝરાયલ અને ઇઝરાઇલીઓને કહ્યું છે કે, ઇરાન સામે બેન્જામિન નેતન્યાહુ સરકારના વળતા હુમલાને વિજય તરીકે લે અને ત્યાં જ રોકાઇ જાય. જોકે છેલ્લા સાત મહિનાથી ચાલી રહેલા હમાસ-ઈઝરાયેલ યુદ્ધમાં બેન્જામિન નેતન્યાહુએ અનેક પ્રસંગોએ બાયડનની સલાહ અને ચેતવણીઓને અવગણી છે.

અગાઉ G7 દેશોના નેતાઓ રવિવારે વર્ચ્યુઅલ રીતે મળ્યા હતા અને ઇઝરાયેલ અને તેના લોકો પ્રત્યે સંપૂર્ણ એકતા અને સમર્થન વ્યક્ત કર્યું હતું અને તેની સુરક્ષા માટે તેમની પ્રતિબદ્ધતાની પુનઃ પુષ્ટિ કરી હતી. વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં તેમણે કહ્યું, અમે G7ના નેતાઓ ઇઝરાયેલ વિરુદ્ધ ઇરાનના સીધા અને અભૂતપૂર્વ હુમલાની સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ. ઈરાને ઈઝરાયેલ તરફ સેંકડો ડ્રોન અને મિસાઈલો છોડ્યા હતા. પરંતુ ઈઝરાયેલે તેના સહયોગીઓની મદદથી ઈરાનને હરાવ્યું. G7 દેશોમાં યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા, ઇટાલી, બ્રિટન, ફ્રાન્સ, જર્મની અને જાપાન તેમજ યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે.

નોંધનિય છે કે, 1 એપ્રિલે ઈરાનના સીરિયન વાણિજ્ય દૂતાવાસ પર ઈઝરાયેલના સંદિગ્ધ હુમલાના જવાબમાં ઈરાને શનિવારે રાત્રે ઈઝરાયેલ પર સેંકડો ડ્રોન અને મિસાઈલ છોડી હતી. 1 એપ્રિલના રોજ સીરિયામાં ઈરાની કોન્સ્યુલેટ પર એરસ્ટ્રાઈકમાં બે ઈરાની જનરલ માર્યા ગયા બાદ ઈરાને બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી હતી. ઈરાને આ હુમલા પાછળ ઈઝરાયેલનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. જોકે ઈઝરાયેલે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. બંને દેશો વર્ષોથી એકબીજા સાથે પ્રોક્સી યુદ્ધો ચલાવી રહ્યા છે, જેમાં દમાસ્કસ હુમલા જેવી ઘટનાઓ સામેલ છે પરંતુ દેશની 1979ની ઇસ્લામિક ક્રાંતિ પછી શરૂ થયેલી દાયકાઓની દુશ્મનાવટ પછી ઇરાને ઇઝરાયેલ પર સીધો હુમલો કર્યો છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button