રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો ઓછી થતા હવે ફરીથી રાજ્યમાં રેબઝેબ પરસેવો છૂટે તેવી ગરમી પડશે, હવામાન વિભાગે આગાહી કરી છે
રાજ્યમાં આવેલા હવામાનના પલટા બાદ ફરી ગરમીનો પારો ઉચકાશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે

રાજ્યમાં આવેલા હવામાનના પલટા બાદ ફરી ગરમીનો પારો ઉચકાશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો ઓછી થતા હવે ફરીથી રાજ્યમાં રેબઝેબ પરસેવો છૂટે તેવી ગરમી પડશે. અત્રે જણાવીએ કે, રાજ્ય ભરમાં ફરી ઉત્તર પશ્ચિમથી ગરમ પવન ફૂંકાવાના શરૂ થતા ગરમીમાં એકાએક વધારો થશે. 43 ડિગ્રી સુધી તાપમાન પહોંચશે જો તાપમાનની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરનુ તાપમાન 41.3 ડિગ્રીએ પહોંચ્યુ છે. ગરમીની પ્રમાણ દરેક જિલ્લામાં જોવા મળી રહ્યું છે. આજે બુધવાર અને ગુરુવારે ગરમીનો પારો 41થી 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાઓ છે. ગરમીનું જોર વધતાં કોર્પોરેશન દ્વારા બે દિવસ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે.
તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવા જોઈએ. આ સાથે, નાગરિકોને ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન (ઓઆરએસ)નો ઉપયોગ કરવું અને લીંબુ શરબત, છાશ / લસ્સી, ફળોના રસ સાથે મિશ્રિત થોડું મીઠું જેવા ઘરે બનાવેલા પીણાં પીવા જોઈએ. પાતળા, ઢીલા, સુતરાઉ કપડાં, આછા રંગના કપડાં પહેરવાની અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે છત્રીઓ, ટોપીઓ ટુવાલ અને અન્ય પરંપરાગત માથાના આવરણનો ઉપયોગ કરવું. હવામાનના સમાચારો માટે ટીવી જોતા રહેવું.