ગુજરાત

સમાજને ગુમરાહ કર્યો , પદ્મિનીબા વાળાએ સંકલન સમિતિ પર સાધ્યું નિશાન ,

છેલ્લા 14 દિવસથી રાજકોટનાં ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા અન્નત્યાગ ઉપર હતાં, પરંતુ ગઈકાલે તેમની તબિયત લથડતાં સારવાર માટે AIIMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તેમને લોહીના ટકા અને પાણી ઘટી ગયું હોવાથી ગ્લુકોઝના બાટલા ચડાવી હાલ પોળતાના ઘરે મોકલી દેવામાં આવ્યા છે.

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ફાટી નીકળેલો ક્ષત્રિયોનો રોષ યથાવત્ છે. સમાધાન માટે કરવામાં આવેલા તમામ પ્રયાસો નિષ્ફળ બન્યા છે. ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે છે. આ વચ્ચે પદ્મનીબા વાળાએ ફરી સંકલન સમિતી પર પ્રશ્ન ઉઠાવતા નિશાન સાધ્યું છે.  છેલ્લા 14 દિવસથી રાજકોટનાં ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા અન્નત્યાગ ઉપર હતાં, પરંતુ ગઈકાલે તેમની તબિયત લથડતાં સારવાર માટે AIIMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તેમને લોહીના ટકા અને પાણી ઘટી ગયું હોવાથી ગ્લુકોઝના બાટલા ચડાવી હાલ પોળતાના ઘરે મોકલી દેવામાં આવ્યા છે. આ દરમિયાન સંકલન સમિતિ પર ગંભીર આરોપ લગાવતા તેમણે કહ્યું કે, સંકલન સમિતી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને સાથે સાથે તેમણે તેમ પણ કહ્યું કે સામાજિક લડાઈમાં રાજકારણ વચ્ચે ન લાવો.

વધુમાં પદ્મિનીબાએ જણાવ્યું હતું કે, રૂપાલા સામેની આ લડાઈમાં હું સંકલન સમિતિની સાથે છું, પરંતુ ભવિષ્યમાં સંકલન સમિતિની સાથે રહીશ નહીં. રૂપાલા સામેના આંદોલન પાર્ટ-2માં સાથે રહીશ, ક્ષત્રિય સમાજ મહિલાઓ માટે ઘરની બહાર નીકળ્યો છે, સંકલન સમિતિ માટે નહીં. આ ક્ષત્રિય સમાજનો સામાજિક પ્રશ્ન છે, પહેલા કહેતા હતા મત નથી આપવો હવે કોંગ્રેસને સમર્થનની વાત કરે છે. આ સિવાય 350 ક્ષત્રિય મહિલાઓ ફોર્મ ભરશે તેવો દાવો કરવામાં આવ્યો હતો આ વાત ક્યાંય નથી જે લોકો સમાજ માટે લડે છે તે મહિલાઓને ઇન્ગોર કરવામાં આવે છે. અમે અન્યાયની લડાઇ માટે નિકળ્યા હતા પરંતુ સમાજ જ અમારી સાથે અન્યાય કરે તો શું કરવું ? આ રીતે પદ્મિનીબા વાળાએ સંકલન સમિતિએ સમાજને ગુમરાહ કર્યો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button