ગુજરાત
ભાજપ મોવડી મંડળે પ્રથમ વખત રૂપાલા વિવાદમાં પ્રતિભાવ આપ્યો ક્ષત્રિય સમાજની માંગણી નહીં સ્વીકારવાનો મૂડ સ્પષ્ટ
રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધ અને તેઓ ઉમેદવારી પાછી ખેંચી તેવી માંગણી ભાજપે અગાઉ પણ નકારી છે.

રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધ અને તેઓ ઉમેદવારી પાછી ખેંચી તેવી માંગણી ભાજપે અગાઉ પણ નકારી છે. આજે ખુદ રૂપાલાએ પણ પોતે ચૂંટણી લડવા માંગતા નથી તેથી ઉમેદવારી પાછી ખેંચવાની મંજુરી આપવા મોવડી મંડળ પાસે વિનંતિ કરી હોવાના અહેવાલ વચ્ચે ખુદ રૂપાલાએ તેને અફવા ગણાવ્યા બાદ આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ પણ રૂપાલા રાજકોટ લોકસભા ચૂંટણી લડશે તેવું સ્પષ્ટ કરતા કહ્યું કે, રૂપાલાએ દિલથી માફી માંગી લીધી છે અને હવે કોઇ મુદ્દો રહેતો નથી.
આમ ભાજપ મોવડી મંડળે પણ પ્રથમ વખત પરસોતમ રૂપાલા સામેના વિવાદમાં તેનું સ્ટેન્ડ ક્લીયર કરી દીધું છે.
Poll not found