શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણી, આમ આદમી પાર્ટીના પ્રમુખે સંયુક્ત યાદી જણાવે છે કે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર રાજકોટ લોકસભા 10 ના ઉમેદવાર પરેશભાઈ ધાનાણી આવતીકાલે બપોરના 12-39 મિનિટે પોતાનુ ઉમેદવારી પત્ર ભરશે
નામાંકન પૂર્વે સવારે રેસકોર્સ ખાતે વિજય વિશ્વાસ સભા : પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે

શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણી, આમ આદમી પાર્ટીના પ્રમુખે સંયુક્ત યાદી જણાવે છે કે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર રાજકોટ લોકસભા 10 ના ઉમેદવાર પરેશભાઈ ધાનાણી આવતીકાલે બપોરના 12-39 મિનિટે પોતાનુ ઉમેદવારી પત્ર ભરશે તે પહેલા વિજય વિશ્વાસ સંમેલન ભરવામાં આવશે.
ફોર્મ ભરતા પૂર્વે રાજકોટમાં જંગી સભા ભરવામાં આવશે આ સભાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજ્યસભાના સાંસદ શક્તિસિંહજી ગોહિલ, સિદ્ધાર્થભાઈ પટેલ, જગદીશભાઈ ઠાકોર સભાને સંબોધન કરશે જે પગલે કોંગ્રેસ પક્ષના તમામ કાર્યકરો અને આમ આદમી પાર્ટીના તમામ આગેવાનો અને કાર્યકરો ઉમટી પડવા અપીલ કરવામાં આવી છે.
આ સભાને ક્ષત્રિય સમાજ એ ટેકો જાહેર કરેલ છે. 19 એપ્રિલ 2024, રેસકોર્સ ખાતે, બહુમાળી ભવન ચોક, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે દરેકે સવારે 10:00 કલાકે ઉપસ્થિત રહેવા રાજાણી અને આમ આદમી પાર્ટી પ્રમુખની યાદીમાં જણાવાયું છે.