અમદાવાદ માં દાણીલીમડામાં લોખંડવાલા ફ્લેટ નજીક હિટ એન્ડ રનની ઘટના બની છે. બેફામ કાર ચાલકે કાર લગ્ન પ્રસંગમાં ઘૂસાડી દીધી. કાર ચાલકે લગ્ન પ્રસંગમાં 10 થી વધુ લોકોને અડફેટે લીધા
દાણીલીમડામાં લોખંડવાલા ફ્લેટ નજીક હિટ એન્ડ રનની ઘટના બની છે. બેફામ કાર ચાલકે કાર લગ્ન પ્રસંગમાં ઘૂસાડી દીધી. કાર ચાલકે લગ્ન પ્રસંગમાં 10 થી વધુ લોકોને અડફેટે લીધા

શહેરના પૂર્વ વિસ્તારમાં હિટ એન્ડ રન તથા વાહન અકસ્માતનાં કિસ્સાઓ વધી રહ્યા છે. અકસ્માતના વધતા કિસ્સાઓને જોતા એવું લાગી રહ્યું છે કે ઓવર સ્પીડમાં વાહન ચલાવતા ચાલકો સામે પગલાં ભરવાના અમદાવાદ શહેર પોલીસનાં દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. શહેરના દાણીલીમડામાં ગઈ કાલે રાતે હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. દાણીલીમડામાં લોખંડવાલા ફ્લેટ નજીક હિટ એન્ડ રનની ઘટના બની છે. બેફામ કાર ચાલકે કાર લગ્ન પ્રસંગમાં ઘૂસાડી દીધી. કાર ચાલકે લગ્ન પ્રસંગમાં 10 થી વધુ લોકોને અડફેટે લીધા. આ અકસ્માત પછી કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી અને અકસ્માતમાં ઘાયલ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને અકસ્માતની તપાસ હાથ ધરી છે.
લગ્ન પ્રસંગમાં કાર ઘૂસાડી દેતા આનંદનાં માહોલમાં ડર પ્રસરી ગયો. અકસ્માતને પગલે લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવા માટે એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. ઘટનાને પગલે રસ્તા પર ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ઘટનાની તપાસ હાથ ધરી છે. અગાઉ બે દિવસ પહેલા પણ એક ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી હતી. ગુજરાતમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર નડિયાદમાં એક એક્સિડન્ટ થયો હતો, જેમાં 10 લોકો મૃત્યુ પામ્યા હતા. નડિયાદ નજીકથી પસાર ફૂલ સ્પીડમાં આવી રહેલી કાર હાઈવે પર પડેલા ટ્રેલરને પાછળના ભાગે જોરદાર રીતે ટકરાઈ હતી અને તેમાં કારમાં સવાર 8 લોકોના તત્કાળ મોત થયાં હતા તથા 2 લોકો હોસ્પિટલ લઈ જતાં રસ્તામાં મોતને ભેટ્યાં હતા.